Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Updates: ઇન્ટરનૅશનલ સ્ટાર્સની હાજરીમાં પણ હીરાની જેમ ચમકી પ્રિયંકા ચોપડા

Entertainment Updates: ઇન્ટરનૅશનલ સ્ટાર્સની હાજરીમાં પણ હીરાની જેમ ચમકી પ્રિયંકા ચોપડા

Published : 25 March, 2026 09:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Entertainment Updates: અનન્યા પાંડેએ નાગેશ્વર જ્યોતિર્લિંગ અને દ્વારકાધીશ મંદિરમાં કર્યાં દર્શન; મણિરત્નમની રોમૅન્ટિક ફિલ્મમાં વિજય સેતુપતિ અને સાઈ પલ્લવીની જોડી અને વધુ સમાચાર

પ્રિયંકા ચોપડાએ ઇટાલિયન જ્વેલરી બ્રૅન્ડ બુલ્ગારીની એક ઇવેન્ટમાં હાજરી આપી હતી

પ્રિયંકા ચોપડાએ ઇટાલિયન જ્વેલરી બ્રૅન્ડ બુલ્ગારીની એક ઇવેન્ટમાં હાજરી આપી હતી


હાલમાં પ્રિયંકા ચોપડાએ ઇટાલિયન જ્વેલરી બ્રૅન્ડ બુલ્ગારીની એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં પ્રિયંકાની સાથોસાથ ઘણા ઇન્ટરનૅશનલ સ્ટાર્સ હાજર હતા. જોકે આ બધાની વચ્ચે પણ પોતાના ખાસ લુકથી પ્રિયંકા હીરાની જેમ ચમકી ઊઠી હતી. આ ગાલા નાઇટ માટે પ્રિયંકાએ બ્લૅક સ્ટાઇલિશ ગાઉન પહેર્યું હતું જે તેના ફિગરને હાઇલાઇટ કરતું હતું. પ્રિયંકાના આ લુકને બુલ્ગારીની જ્વેલરીએ ખાસ બનાવી દીધો હતો. આ ઇવેન્ટમાં પ્રિયંકાએ ડાયમન્ડ ચૉકર-સ્ટાઇલ નેકલેસ પસંદ કર્યો હતો જેમાં વચ્ચે ચળકતો એમરલ્ડ સ્ટોન હતો. બ્લૅક ગાઉન સામે આ લીલો સ્ટોન અદ્ભુત કૉન્ટ્રાસ્ટ સર્જતો હતો. પ્રિયંકાએ નેકલેસ સાથે મેળ ખાતાં ઇઅરરિંગ્સ અને સ્ટેટમેન્ટ રિંગ્સ પહેર્યાં હતાં જેથી આખો લુક એકસરખો અને એલિગન્ટ દેખાતો હતો.

અનન્યા પાંડેએ નાગેશ્વર જ્યોતિર્લિંગ અને દ્વારકાધીશ મંદિરમાં કર્યાં દર્શન




અનન્યા પાંડેએ તાજેતરમાં ગુજરાતના દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિર અને નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં દર્શન કરીને ભક્તિભાવ વ્યક્ત કર્યો છે. અનન્યાએ આ યાત્રા દરમ્યાન મંદિરમાં પૂજા-અર્ચના કરીને સોશ્યલ મીડિયા પર એની ઝલક શૅર કરી હતી. એમાં તે પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળે છે. તસવીરોમાં તે પરિવાર સાથે મંદિરના પરિસરમાં નજર આવે છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ભક્તિમાં લીન દેખાય છે. અનન્યાએ ‘નાગેશ્વર’, ‘દ્વારકાધીશ’ અને ‘ઓમ નમઃ શિવાય’ જેવા શબ્દોનો ઉલ્લેખ કરીને પોતાની આસ્થા દર્શાવી છે.

આદિત્ય ધર અને રામ ગોપાલ વર્મા બન્ને સાથે મળીને ફિલ્મ બનાવશે?


ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની જબરદસ્ત સફળતા વચ્ચે જાણીતા ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા સતત આ ફિલ્મની પ્રશંસા કરી રહ્યા છે. તેઓ લગભગ રોજ સોશ્યલ મીડિયા પર લાંબા ટ્વીટ કરીને ફિલ્મ અને આદિત્ય ધરનાં વખાણ કરે છે. હવે એક નવા રિપોર્ટ મુજબ રામ ગોપાલ વર્મા અને આદિત્ય ધર એક પ્રોજેક્ટ માટે સાથે કામ કરવાના છે. મળતી માહિતી પ્રમાણે આદિત્ય ધર હવે રામ ગોપાલ વર્માની આગામી ફિલ્મ ‘સિન્ડિકેટ’ પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ મલ્ટીસ્ટારર હશે જેમાં સાઉથ અને બૉલીવુડ બન્ને ઇન્ડસ્ટ્રીના કલાકારો જોવા મળશે. આદિત્ય ધર માત્ર પ્રોડક્શન જ નહીં, પરંતુ ફિલ્મના લેખનમાં પણ સહયોગ આપશે એવી માહિતી આવી છે. જોકે આ સંદર્ભે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો વાત સાચી હશે તો ફિલ્મનું લેખન અને નિર્માણ આદિત્ય ધર કરશે અને ડિરેક્શન રામ ગોપાલ વર્મા સંભાળશે.

મણિરત્નમની રોમૅન્ટિક ફિલ્મમાં વિજય સેતુપતિ અને સાઈ પલ્લવીની જોડી

ફિલ્મમેકર મણિરત્નમે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મ દ્વારા ફરી એક વાર મણિરત્નમ અને એ. આર. રહમાનની સુપરહિટ જોડી સાથે કામ કરતી જોવા મળશે. આ એક રોમૅન્ટિક ફિલ્મ છે અને એમાં વિજય સેતુપતિ તેમ જ સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં ફિલ્મનું ટાઇટલ જાહેર થયું નથી. 

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK