ફારાહે વાત-વાતમાં ઐશ્વર્યાને સંપૂર્ણપણે નૅચરલ બ્યુટી ગણાવીને કહ્યું હતું કે તે તેની મોટી ફૅન છે.
ઐશ્વર્યા
ફિલ્મમેકર ફારાહ ખાનના વ્લૉગ સારા એવા લોકપ્રિય છે. ફારાહે પોતાના લેટેસ્ટ વ્લૉગમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની સુંદરતાના માપદંડ વિશે વાત કરતાં કહ્યું હતું કે બૉલીવુડમાં ઐશ્વર્યા રાય સિવાય ભાગ્યે જ કોઈ નૅચરલ બ્યુટી હશે. ફારાહે વાત-વાતમાં ઐશ્વર્યાને સંપૂર્ણપણે નૅચરલ બ્યુટી ગણાવીને કહ્યું હતું કે તે તેની મોટી ફૅન છે.
હકીકતમાં ફારાહ પોતાના વ્લૉગમાં એક સ્કિનકૅર પ્રોડક્ટનું પ્રમોશન કરતાં-કરતાં પોતાના સ્કિનકૅર રૂટીન વિશે જણાવી રહી હતી. એ જ દરમ્યાન ફારાહના કુક દિલીપે તેની ચમકતી ત્વચાની પ્રશંસા કરીને રહસ્ય પૂછ્યું. આ પ્રશંસા સાંભળીને ફારાહે હસતાં-હસતાં કહ્યું કે આ તો તેની નૅચરલ બ્યુટી છે. આ પછી ફારાહ ખાને પ્રોડક્ટનું પ્રમોશન ચાલુ રાખતાં કહ્યું હતું કે દિલીપને એવું જ વિચારવા દો કે હું નૅચરલી સુંદર છું. ત્યાર બાદ તેણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના બ્યુટી સ્ટૅન્ડર્ડ્સ વિશે વાત કરતાં કહ્યું હતું કે ઐશ્વર્યા રાયને છોડીને કદાચ કોઈ પણ સંપૂર્ણપણે નૅચરલી બ્યુટિફુલ નથી.


