‘3 ઇડિયટ્સ 2’માં ફિલ્મના મૂળ કલાકારો આમિર ખાન, આર. માધવન, શર્મન જોશી અને કરીના કપૂર ખાન ફરી સાથે જોવા મળશે
`3 ઇડિયટ્સ`નો એક સીન
૨૦૦૯માં રિલીઝ થયેલી ‘3 ઇડિયટ્સ’નો બીજો ભાગ ‘3 ઇડિયટ્સ 2’ બનાવવાનું ફાઇનલ થઈ ગયું છે અને ડિરેક્ટર રાજકુમાર હીરાણીએ ‘3 ઇડિયટ્સ 2’ની સ્ક્રિપ્ટ આખરે લૉક કરીને લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ખાસ વાત તો એ છે કે ‘3 ઇડિયટ્સ 2’માં ફિલ્મના મૂળ કલાકારો આમિર ખાન, આર. માધવન, શર્મન જોશી અને કરીના કપૂર ખાન ફરી સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ વિધુ વિનોદ ચોપડા, રાજકુમાર હીરાણી અને આમિર ખાન કરશે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મની સ્ટોરી ત્યાંથી આગળ વધશે જ્યાં પ્રથમ ભાગનો ક્લાઇમૅક્સ પૂરો થયો હતો.


