મીનાક્ષી ચૌધરીની પસંદગી પહેલાં કરવામાં આવી હતી, પરંતુ તેણે આ પ્રોજેક્ટ છોડી દીધો છે
વેદિકા પિન્ટો
જૉન એબ્રાહમની ઍક્શન ફ્રૅન્ચાઇઝી ‘ફૉર્સ’ની ત્રીજી ફિલ્મ ‘ફોર્સ ૩’માં લીડ ઍક્ટ્રેસ તરીકે વેદિકા પિન્ટોની પસંદગી કરી લેવામાં આવી હોવાના રિપોર્ટ છે. અગાઉ સાઉથની ઍક્ટ્રેસ મીનાક્ષી ચૌધરીની આ રોલ માટે પસંદ કરવામાં આવી હતી, પરંતુ ડેટ્સ અને ફીના મુદ્દે વાત ન બનતાં તેણે આ પ્રોજેક્ટ છોડી દીધો છે. ત્યાર બાદ નિર્માતાઓએ વેદિકા પિન્ટોને લીડ રોલ ઑફર કર્યો છે અને તેણે કામ કરવાની તૈયારી બતાવી છે. આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણે પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. જોકે હજી સુધી નિર્માતાઓ તરફથી આ વાતની સત્તાવાર જાહેરાત નથી થઈ. વેદિકાએ ૨૦૨૨ની ‘ઑપરેશન રોમિયો’થી બૉલીવુડમાં એન્ટ્રી લીધી હતી અને તે ‘ગુમરાહ’ તેમ જ ‘નિશાનચી’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.


