સુરવીને બાપ્પાને સ્વર્ગમાં પધરાવ્યા હોય એવું ડેકોરેશન કર્યું હતું
સુરવીન ચાવલા
ઍક્ટ્રેસ સુરવીન ચાવલાએ ગણપતિ બાપ્પાને પોતાના ઘરે પધરાવ્યા હતા. સુરવીને બાપ્પાને સ્વર્ગમાં પધરાવ્યા હોય એવું ડેકોરેશન કર્યું હતું જે કેટલું ભવ્ય હતું એની સાબિતી એના ફોટોગ્રાફ્સ આપે છે. સુરવીને આ ડેકોરેશન પોતે કર્યું હતું. ૪૦ વર્ષની સુરવીન ‘કહીં તો હોગા’, ‘કસૌટી ઝિંદગી કી’, ‘સેક્રેડ ગેમ્સ’, ‘ડીકપલ્ડ’, ‘રાણા નાયડુ’ જેવી સિરિયલો-સિરીઝ તથા સાઉથની અને પંજાબી ફિલ્મો ઉપરાંત ‘અગ્લી’, ‘વેલકમ બૅક’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ દેખાઈ છે.