Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિલીઝ પહેલાં યશની ટૉક્સિકની સ્ટોરી થઈ લીક

રિલીઝ પહેલાં યશની ટૉક્સિકની સ્ટોરી થઈ લીક

Published : 20 February, 2026 07:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ટૉક્સિક’ની વાર્તા ગીતુ મોહનદાસ અને યશે મળીને લખી છે. આ ફિલ્મનો પ્લૉટ બહાર આવતાં સોશ્યલ મીડિયા પર એની તુલના ‘KGF’ના યશના પ્રખ્યાત પાત્ર ‘રૉકીભાઈ’ સાથે કરવામાં આવી રહી છે. ‘ટૉક્સિક’ને UAEમાં 18+ ઍડલ્ટ રેટિંગ આપવામાં આવ્યું છે.

યશ

યશ


સાઉથના સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ‘ટૉક્સિક’ ૧૯ માર્ચે થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ બહુચર્ચિત ‘ધુરંધર : ધ રિવેન્જ’ને ટક્કર આપવાની છે. ગયા વર્ષે યશના જન્મદિવસે ફિલ્મનું ટીઝર જાહેર કરવામાં આવ્યું હતું જેની ભારે ચર્ચા થઈ હતી અને એને અશ્લીલ ગણાવીને કર્ણાટક મહિલા આયોગમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. ફિલ્મની ડિરેક્ટર ગીતુ મોહનદાસે અત્યાર સુધી એની વાર્તાને સીક્રેટ રાખી હતી, પણ હવે એ પ્લૉટ વિશે મહત્ત્વનો ખુલાસો થયો છે. ખુલાસા પ્રમાણે ‘ટૉક્સિક’ એક ગૅન્ગસ્ટર-ઍક્શન ફિલ્મ છે અને યશ એમાં ‘રાયા’ નામના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મના UAE ડિસ્ટ્રિબ્યુટર દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે આ ફિલ્મની વાર્તા ૧૯૪૦થી ૧૯૭૦ના સમયગાળામાં આકાર લે છે અને એનું કેન્દ્ર ગોવા શહેર છે. અહીં રાયા નામની વ્યક્તિ ડર, શક્તિ અને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાની મહત્ત્વાકાંક્ષા સાથે આગળ વધે છે. ‘ટૉક્સિક’ની વાર્તા ગીતુ મોહનદાસ અને યશે મળીને લખી છે. આ ફિલ્મનો પ્લૉટ બહાર આવતાં સોશ્યલ મીડિયા પર એની તુલના ‘KGF’ના યશના પ્રખ્યાત પાત્ર ‘રૉકીભાઈ’ સાથે કરવામાં આવી રહી છે. ‘ટૉક્સિક’ને UAEમાં 18+ ઍડલ્ટ રેટિંગ આપવામાં આવ્યું છે. જોકે ત્યાંના સેન્સર બોર્ડ તરફથી સત્તાવાર પ્રમાણપત્ર હજી મળવાનું બાકી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 07:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK