ખંડણી માટેની ધમકીનો એ ફોન એક ઍપ દ્વારા ત્રણથી ૪ દિવસ પહેલાં આવ્યો હતો
પ્રકાશ ભારસાકળ
અકોલાના અકોટ મતદાર સંઘના ભારતીય જનતા પાર્ટી (BJP)ના શહેર અધ્યક્ષને BJPના સ્થાનિક નેતા અને વિધાનસભ્ય પ્રકાશ ભારસાકળે પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી અપાવવાનો ધમકીનો ફોન લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ તરફથી આવ્યો હતો. મળતી માહિતી મુજબ બિશ્નોઈ ગૅન્ગના શુભમ લોણકરે આ ધમકીભર્યો ફોન શહેર અધ્યક્ષને કરતાં હવે શહેર અધ્યક્ષને ગન ધરાવતા પોલીસની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
ખંડણી માટેની ધમકીનો એ ફોન એક ઍપ દ્વારા ત્રણથી ૪ દિવસ પહેલાં આવ્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે પ્રકાશ ભારસાકળે પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી અપાવવી, નહીં તો પછી તેને એટલે કે શહેર અધ્યક્ષને અને વિધાનસભ્ય પ્રકાશ ભારસાકળેને બન્નેને જોઈ લેવામાં આવશે.
ADVERTISEMENT
કોણ છે શુભમ લોણકર?

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં અને હવે રોહિત શેટ્ટીના ઘરની બહાર કરાયેલા ફાયરિંગની જવાબદારી સ્વીકારનાર શુભમ લોણકર સામે આ પહેલાં પણ ગુના નોંધાયા છે. તે લૉરેન્સ બિશ્નોઈ અને તેના નાના ભાઈ અનમોલ બિશ્નોઈના સંપર્કમાં હતો. શુભમ લોણકર અને લૉરેન્સ બિશ્નોઈ વચ્ચે થયેલી વાતચીતનું રેકૉર્ડિંગ પોલીસ પાસે છે. દુબઈ અને ઇન્ટરનૅશનલ ગૅન્ગ સાથે તે ગુનેગારીમાં સંડોવાયેલો હોવાનું પણ જણાઈ આવ્યું છે.
