Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > છેલ્લા થોડા દિવસથી પોતાના વિશે બેફામ બોલી રહેલી પત્ની પર ગોવિંદા આખરે વીફર્યો

છેલ્લા થોડા દિવસથી પોતાના વિશે બેફામ બોલી રહેલી પત્ની પર ગોવિંદા આખરે વીફર્યો

Published : 16 August, 2026 09:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમારી પાછળ જે ગૅન્ગ છે એની બધાને ખબર છે; આપ થોડા સા આપકી હદ મેં રહીએ; મને લોકોની નજરમાંથી ઉતારી પાડવાની, બદનામ કરવાની એકેય કસર તમે નથી છોડી રહ્યાં

ગોવિંદા

ગોવિંદા


સુનીતા આહુજા છેલ્લા થોડા દિવસથી પોતાના વિશે જે બોલી રહી છે એનાથી ગોવિંદા બરાબર અકળાયો છે અને આખરે તેણે ગઈ કાલે વિડિયો-મેસેજ દ્વારા પત્નીને પોતાની હદમાં રહેવાની સલાહ આપી છે.
ગોવિંદા હાલમાં પોતે જ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘રૂપા’ પર કામ કરી રહ્યો છે અને એમાં તેની હિરોઇન રાની સ્વર્ણકાર નામની એક યંગ ઍક્ટ્રેસ છે. તેની સાથે તાજેતરમાં ગોવિંદા ઍરપોર્ટ પર દેખાયો ત્યારે એના વિશે પ્રતિક્રિયા આપતાં સુનીતાએ કહ્યું હતું કે વિનાશકાળે ગોવિંદાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. રાની સ્વર્ણકાર સાથે ગોવિંદા બીજી વાર ઍરપોર્ટ પર દેખાયો ત્યારે સુનીતાએ એના વિશે આકરી ટકોર કરતાં કહ્યું હતું કે તે દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરી રહ્યો છે અને એની તેને શરમ આવવી જોઈએ. સુનીતાએ રાની સ્વર્ણકારની ડ્રેસિંગ સેન્સની પણ મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે આ છોકરી ગોવિંદાના સ્ટાન્ડર્ડની નથી.
સુનીતા આટલું બધું બોલી ગઈ એ પછી ગોવિંદાથી કદાચ રહેવાયું નહીં હોય એટલે તેણે પત્નીને સંભળાવી દીધું છે. ગઈ કાલે સોશ્યલ મીડિયા પર જે વિડિયો વાઇરલ થયો છે એમાં ગોવિંદા પત્નીને કહે છે, ‘બહારનું જે કામ મળે છે એ હું કરતો નથી અને જે હું કરી રહ્યો છું એમાં તમે હસ્તક્ષેપ કરો છો. તમે જ્યારે પોતાનું કામ કરી રહ્યાં હતાં... પેલો ખાવાનો શો અને ‘લૉક-અપ’... એમાં ટીના 
(દીકરી)ને કહીને મને યેનકેનપ્રકારેણ બોલાવ્યો અને મારી સેવા લીધી... જોકે એ તમારો હક છે... પણ હમણાં મેં ફિલ્મ શરૂ કરી છે ત્યારથી તમે એક પણ કસર નથી છોડી રહ્યાં જેનાથી હું લોકોની નજરમાંથી ઊતરી જાઉં, બદનામ થઈ જાઉં, અથવા કંઈક એવું થઈ જાય કે મારો બિઝનેસ ન રહે.’
સુનીતાએ રાની સ્વર્ણકારને અને તેની ઉંમરને ટાર્ગેટ કરી એના વિશે ગોવિંદાએ કહ્યું હતું કે ‘કોઈ ગરીબ પરિવારના લોકો ફિલ્મ-લાઇનમાં આવે તેમને એ હદે લજ્જિત કે બદનામ ન કરો કે તે ભાગી જાય, ડરી જાય... તમારામાં ક્ષમતા છે, તાકાત છે; ઉપરવાળાએ શોહરત, ઇજ્જત, દોલત આપી છે એનો મતલબ એ નથી કે જેની પાસે નથી તેનું તમે અપમાન કરો. અને ઉંમરની આ જે વાત તમે ચલાવી છે તો હું તમારી માહિતી માટે ફરી યાદ દેવડાવી દઉં કે દેશના તમામ મોટા કલાકારોએ એ બધી છોકરીઓ સાથે કામ કર્યું જે યંગસ્ટર હતી અને તેમને સારી ફિલ્મો, નામ, પ્રતિષ્ઠા, ઇજ્જત મળ્યાં.’
તમારી પાછળ જે ગ્રુપ, જે ગૅન્ગ છે એનાથી બધા વાકેફ છે એમ જણાવતાં ગોવિંદાએ કહ્યું હતું કે ‘એ કોણ છે એની બહુ જલદી બધાને ખબર પડી જશે, એ વખતે તમને એ વાત શોભા નહીં દે. અને મને લાગે છે કે આગળ પણ તમને મારી ક્યાંક ને ક્યાંક જરૂર પડશે. તો તમે કૃપા કરીને આવાં બયાન ન આપો. આપ થોડા સા આપકી હદ મેં રહીએ ઐસી આપસે પ્રાર્થના હૈ.’

સુનીતાજી, આપ બહોત ઝ્‌યાદા



માં-બહન કી ગાલિયાં દેને લગીં હૈં... યંગસ્ટર્સ તમારો આ વ્યવહાર જોઈને એનું અનુકરણ કરશે... તો ક્યાંક તમારી સાથે પણ મા-બહેનની ગાળો આપવાનું શરૂ કરી દેશે... તો બહોત લજ્જિત હો જાએગે હમ સબ, ડોન્ટ ડૂ ધિસ, સસ્તા કર દિયા હૈ યે માં-બહન કા નામ... આપસે યે અપે​​​​િક્ષત નહીં હૈ - ગોવિંદા


તાજેતરમાં સુનીતા આહુજા પતિ ગોવિંદા વિશે શું-શું બોલી છે એના વિશે મિડ-ડેમાં છપાયેલા રિપોર્ટ.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2026 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK