Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પપ્પાના પૈસાથી ક્યાં સુધી શૂઝ ખરીદીશ એવી કમેન્ટને કારણે ગુસ્સે થઈ ગયો હર્ષવર્ધન કપૂર

પપ્પાના પૈસાથી ક્યાં સુધી શૂઝ ખરીદીશ એવી કમેન્ટને કારણે ગુસ્સે થઈ ગયો હર્ષવર્ધન કપૂર

20 April, 2024 07:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપૂરને સ્નીકર્સ એટલે કે સ્પોર્ટ્‍સ શૂઝ ખૂબ જ પસંદ છે

અનિલ કપૂર અને દીકરો હર્ષવર્ધન કપૂર

અનિલ કપૂર અને દીકરો હર્ષવર્ધન કપૂર


હર્ષવર્ધન કપૂરે હાલમાં જ ટ્રોલર્સ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપૂરને સ્નીકર્સ એટલે કે સ્પોર્ટ્‍સ શૂઝ ખૂબ જ પસંદ છે. તેની પાસે ઢગલાબંધ શૂઝ છે અને એમ છતાં તે છાશવારે નવાં લેતો રહે છે. આ ફોટો તે સોશ્યલ મીડિયા પર શૅર પણ કરે છે. હાલ જ સોશ્યલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. એ દરમ્યાન એક યુઝરે તેને કહ્યું કે કભી એક ઢંગ કી ફિલ્મ કર લે, કબ તક અપને બાપ કે પૈસે સે સ્નીકર્સ ખરીદતા રહેગા. આ યુઝર્સને સણસણતો જવાબ આપતાં હર્ષવર્ધન કપૂરે ટ્વીટ કર્યું કે ‘હું તારી ફિલ્મ ક્યાં જોઈ શકું? તેં અત્યાર સુધીમાં કેટલી ફિલ્મો કરી છે? મેં ‘રે’, ‘થાર’, ‘ભાવેશ જોષી સુપરહીરો’, ‘AK vs AK’ અને ‘મિર્ઝિયા’માં કામ કર્યું છે. આજે એક નકામી વ્યક્તિ ટ‍્વિટર પર પોતાનો આક્રોશ ઠાલવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK