Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રેડ લાઇટ એરિયામાં લોકો સાથે થતા પ્રેમ અને દગાની આ સ્ટોરી છે

રેડ લાઇટ એરિયામાં લોકો સાથે થતા પ્રેમ અને દગાની આ સ્ટોરી છે

01 May, 2024 05:34 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે રિલીઝ થાય છે વેબ-શો હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર

 ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’ની કાસ્ટ

‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’ની કાસ્ટ


સંજય લીલા ભણસાલીનો શો ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’ આજથી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહ્યો છે. આ એક ઐતિહાસિક શો છે, જેમાં સ્વતંત્રતા પહેલાંની વાત કરવામાં આવી છે. લાહોરમાં હીરામંડી નામની જગ્યા હતી જે અત્યારે પાકિસ્તાનમાં છે. આ એક રેડ લાઇટ એરિયા છે. અહીં પહેલાં અનાજની મંડી હતી, પરંતુ સમયની સાથે ત્યાં વેશ્યાવૃત્તિ થવા માંડી હતી. આ રેડ લાઇટ એરિયામાં થતા પ્રેમ અને દગાની વાત આ શોમાં કરવામાં આવી છે. હીરામંડીની કમાન સંભાળવા માટે મલ્લિકાજાન એટલે મનીષા કોઇરાલા અને ફરીદાન એટલે કે સોનાક્ષી સિંહા વચ્ચે મતભેદ જોવા મળે છે. આ શોમાં તેમની સાથે અદિતિ રાવ હૈદરી, સંજીદા શેખ, રિચા ચઢ્ઢા, શર્મિન સહગલ, શેખર સુમન અને અધ્યયન સુમન પણ જોવા મળશે. ફરીદા જલાલ પણ આ શોમાં નાનકડી, પરંતુ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. સંજય લીલા ભણસાલી આ શો દ્વારા ડિજિટલ ડેબ્યુ કરી રહ્યા છે. તેમનો આ વેબ-શો હોવા છતાં તેમણે એને ફિલ્મ જેવો જ ગ્રૅન્ડ બનાવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 05:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK