Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હેમા માલિનીએ મથુરામાં માણી કૃષ્ણાવતારમ પાર્ટ ૧ : ધ હાર્ટ

હેમા માલિનીએ મથુરામાં માણી કૃષ્ણાવતારમ પાર્ટ ૧ : ધ હાર્ટ

Published : 21 May, 2026 01:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ પર આધારિત ફિલ્મ ‘કૃષ્ણાવતારમ પાર્ટ ૧ : ધ હાર્ટ’ હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મનું સ્ક્રીનિંગ મથુરાના થિયેટરમાં યોજાયું હતું. આ સ્ક્રીનિંગમાં મથુરાનાં સંસદસભ્ય અને ઍક્ટ્રેસ હેમા માલિની પણ હાજર હતાં.

હેમા માલિનીએ મથુરામાં માણી કૃષ્ણાવતારમ પાર્ટ ૧ : ધ હાર્ટ

હેમા માલિનીએ મથુરામાં માણી કૃષ્ણાવતારમ પાર્ટ ૧ : ધ હાર્ટ


ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ પર આધારિત ફિલ્મ ‘કૃષ્ણાવતારમ પાર્ટ ૧ : ધ હાર્ટ’ હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મનું સ્ક્રીનિંગ મથુરાના થિયેટરમાં યોજાયું હતું. આ સ્ક્રીનિંગમાં મથુરાનાં સંસદસભ્ય અને ઍક્ટ્રેસ હેમા માલિની પણ હાજર હતાં. ફિલ્મ જોયા બાદ હેમા માલિનીને ફિલ્મનું નિર્માણ, ભવ્ય કૅનવસ અને પ્રેઝન્ટેશન ખૂબ પસંદ આવ્યાં હતાં. સાથે જ તેમણે ફિલ્મની ટીમ અને કલાકારોની પ્રશંસા કરતાં શુભેચ્છાઓ પણ આપી હતી.‘કૃષ્ણાવતારમ પાર્ટ ૧ : ધ હાર્ટ’નું શૂટિંગ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. જોકે એનું ટ્રેલર મથુરામાં લૉન્ચ કરવામાં આવ્યું હતું.

‘કૃષ્ણાવતારમ પાર્ટ ૧ : ધ હાર્ટ’ને ભારતમાં ૧૫૦૦થી વધુ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં એને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી હતી, જેના કારણે એની હાજરી વધુ મજબૂત બની છે. ઉપરાંત ફિલ્મે ૫૬ દેશોમાં પણ પોતાની હાજરી નોંધાવી છે.

બુધવારે મથુરામાં ફિલ્મના પ્રોડ્યુસર સજન રાજ કુરુપ સાથે હેમા માલિની.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK