સોશ્યલ મીડિયા અને મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ્સ પરથી હટાવવાનો આદેશ : અદાલતે કહ્યું કે આ સૉન્ગ મહિલાઓ પ્રત્યે અત્યંત અભદ્ર, અશ્લીલ અને અપમાનજનક છે
હની સિંહ અને બાદશાહના ૨૬ વર્ષ જૂના ગીત ‘વૉલ્યુમ 1’ પર દિલ્હી હાઈ કોર્ટે કડક ટિપ્પણી કરી છે
હની સિંહ અને બાદશાહના ૨૬ વર્ષ જૂના ગીત ‘વૉલ્યુમ 1’ પર દિલ્હી હાઈ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે આ ગીતને તમામ સોશ્યલ મીડિયા અને મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ્સ પરથી હટાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટનું કહેવું છે કે આ ગીત અત્યંત અપમાનજનક તથા અશ્લીલ છે. ૨૦૦૦માં રિલીઝ થયેલા આ ગીતને એ સમયે પણ ભારે વિવાદનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે બાદશાહે સ્પષ્ટ કર્યું હતું કે ગીતના શબ્દો તેણે લખ્યા નહોતા. આ પછી હની સિંહે એક ઇવેન્ટમાં સ્વીકાર્યું હતું કે ગીત તેણે જ લખ્યું હતું.
હવે આ વિવાદાસ્પદ મામલે કોર્ટે જણાવ્યું કે આ ગીત મહિલાઓ પ્રત્યે અત્યંત અભદ્ર, અશ્લીલ અને અપમાનજનક છે અને કોઈ પણ સંસ્કારી સમાજ માટે આવી સામગ્રીને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રહેવા દેવી યોગ્ય નથી.
ADVERTISEMENT
‘વૉલ્યુમ 1’ ગીત હની સિંહે તેના હિપ-હૉપ ગ્રુપ ‘માફિયા મુંડીર’ના શરૂઆતના સમયમાં ગાયું હતું. આ ગ્રુપમાં રફ્તાર, બાદશાહ, મની ઔજલા, લિલ ગોલુ અને ડે સ્ટાર જેવા કલાકારો સામેલ હતા. બાદમાં આ ગ્રુપ તૂટી ગયું અને તમામ કલાકારોએ અલગ-અલગ સિંગલ ગીતો રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો.
