હૃતિક રોશનનો ૧૭ વર્ષનો દીકરો રિદાન રોશન હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં ફિલ્મમેકિંગનો અભ્યાસ કરવા જઈ રહ્યો છે. તે પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઑફ સધર્ન કૅલિફૉર્નિયા (USC)માં ફિલ્મ અને ટીવી-પ્રોડક્શનનો કોર્સ કરશે.
હૃતિક રોશનનો નાનો દીકરો રિદાન રોશન અમેરિકા જઈને શીખશે ફિલ્મમેકિંગ
હૃતિક રોશનનો ૧૭ વર્ષનો દીકરો રિદાન રોશન હવે યુનાઇટેડ સ્ટેટ્સમાં ફિલ્મમેકિંગનો અભ્યાસ કરવા જઈ રહ્યો છે. તે પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઑફ સધર્ન કૅલિફૉર્નિયા (USC)માં ફિલ્મ અને ટીવી-પ્રોડક્શનનો કોર્સ કરશે. રિદાનની સ્કૂલ અમેરિકન સ્કૂલ ઑફ બૉમ્બેએ આ ખુશખબર સોશ્યલ મીડિયા પર શૅર કર્યા જેના પછી મિત્રો અને પરિવાર તરફથી અભિનંદનનો વરસાદ થયો.
સોમવારે સ્કૂલે રિદાનની એક તસવીર સાથે પોસ્ટ શૅર કરી અને લખ્યું કે હવે તે USCમાં ફિલ્મ અને ટીવી-પ્રોડક્શનનો અભ્યાસ કરશે. હૃતિક રોશન અને તેની ભૂતપૂર્વ પત્ની સુઝૅન ખાનનો નાનો દીકરો રિદાન ફિલ્મી દુનિયાથી સારી રીતે માહિતગાર છે. તેના દાદા પ્રખ્યાત અભિનેતા-ફિલ્મમેકર રાકેશ રોશન અને નાના અભિનેતા-ફિલ્મસર્જક સંજય ખાન છે. હવે રિદાન ફિલ્મમેકિંગનો અભ્યાસ કરવા જઈ રહ્યો હોવાથી લોકોમાં ચર્ચા છે કે એ ફિલ્મમેકિંગની પારિવારિક પરંપરાને આગળ વધારશે.
