હૃતિકે આ તસવીરો સાથેની કૅપ્શનમાં લખ્યું છે, ‘પચીસ વર્ષ પહેલાં જે પાનાંઓમાં મેં અન્ડરલાઇન કરી હતી એ આજે ફરીથી વાંચી રહ્યો છું અને જીવનનો સાચો મર્મ શોધી રહ્યો છું.’
હૃતિક રોશનનું દીકરાઓ સાથે બૉય્ઝ આઉટિંગ
હૃતિક રોશને તાજેતરમાં સોશ્યલ મીડિયામાં દીકરાઓ રેહાન અને રિધાન સાથેના વેકેશનની મજા માણતો હોય એવી કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરમાં હૃતિક શર્ટલેસ થઈને પૂલસાઇડ બુક વાંચતો, વર્કઆઉટ કરતો અને પુત્રો સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવતો જોવા મળે છે. હૃતિકે આ તસવીરો સાથેની કૅપ્શનમાં લખ્યું છે, ‘પચીસ વર્ષ પહેલાં જે પાનાંઓમાં મેં અન્ડરલાઇન કરી હતી એ આજે ફરીથી વાંચી રહ્યો છું અને જીવનનો સાચો મર્મ શોધી રહ્યો છું.’


