હંસિકાએ ડિવૉર્સ પછી પહેલી વખત જાહેરમાં આ મુદ્દે ચર્ચા કરી
હંસિકાની ફાઇલ તસવીર
ઍક્ટ્રેસ હંસિકા મોટવાણી લાંબા સમયથી પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહી છે. લગ્ન અને છૂટાછેડાની ચર્ચા વચ્ચે તેણે પહેલી વખત જાહેરમાં આ મુદ્દે વાત કરી છે. હંસિકાએ બિઝનેસમૅન સોહેલ કથુરિયા સાથે લગ્ન કર્યા પછી આ વર્ષે માર્ચમાં ડિવૉર્સ લીધા હતા. હંસિકાએ પોતાના આ તૂટેલા સંબંધ વિશે વાત કરતાં કહ્યું હતું કે જીવનમાં ક્યારેક ખોટી ટ્રેનમાં ચડી જવાય તો સમયસર ઊતરી જવું સારું.
પોતાના ડિવૉર્સની ચર્ચા વિશે હંસિકાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ‘મને પોતાના નિર્ણયથી કોઈ પસ્તાવો થતો નથી અને હવે હું જિંદગીમાં આગળ વધવા પર ધ્યાન આપી રહી છું. આ મુશ્કેલ સમયમાં મારો પરિવાર મારી સાથે હતો. મારી મમ્મી અને ભાઈએ હંમેશાં મારો સપોર્ટ કર્યો છે અને કહ્યું કે જો તું કમ્ફર્ટેબલ ફીલ ન કરે તો સંબંધ આગળ વધારવાની જરૂર નથી.’
