ભારતીય સિનેમાની બે ખાસ ફિલ્મો અરણ્યેર દિન રાત્રિ અને હોમબાઉન્ડનું સ્ક્રીનિંગ થશે
જાહ્નવી કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, આલિયા ભટ્ટ
કાન ફિલ્મ ફેસ્ટિવલ દર વર્ષે ફ્રાન્સના કાનમાં યોજાય છે. આ ફેસ્ટિવલમાં વિશ્વભરની ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. ૧૯૪૬માં શરૂ થયેલો આ ફેસ્ટિવલ સામાન્ય રીતે દર વર્ષે મે મહિનામાં બે અઠવાડિયાં ચાલે છે, જેમાં દુનિયાભરની સેલિબ્રિટી ભાગ લે છે. આ વર્ષે ૭૮મો કાન ફિલ્મ ફેસ્ટિવલ ૧૩થી ૨૪ મે દરમ્યાન યોજાશે.
કાન 2025માં ભારતીય સિનેમાનાં બે ખાસ સ્ક્રીનિંગ થશે. સ્ક્રીનિંગ માટે પસંદ કરાયેલી ફિલ્મોમાં સત્યજિત રેની ૧૯૭૦ની ક્લાસિક ફિલ્મ ‘અરણ્યેર દિન રાત્રિ’નો સમાવેશ થાય છે જેને 4K વર્ઝનમાં રીસ્ટોર કરવામાં આવશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વરિષ્ઠ અભિનેત્રી શર્મિલા ટાગોર પણ સ્ક્રીનિંગમાં હાજર રહેશે. એ ઉપરાંત નીરજ ઘાયવાનની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ પણ દર્શાવવામાં આવશે. આ ઉપરાંત અનુપમ ખેર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘તન્વી ધ ગ્રેટ’ પણ પ્રદર્શિત થશે.

