ફિલ્મમાં બે પુરુષ અને બે મહિલા મુખ્ય પાત્રો હશે અને કાસ્ટિંગની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે
`કભી ખુશી કભી ગમ`નું પોસ્ટર
ફિલ્મમેકર કરણ જોહર પોતાની ૨૦૦૧ની સુપરહિટ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ની સીક્વલ ‘કભી ખુશી કભી ગમ 2’ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો હોવાનો રિપોર્ટ છે. આ ફિલ્મ બહુ મોટા સ્કેલ પર ભવ્ય રીતે બનાવવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે કરણે નવા વર્ષની શરૂઆતમાં જ આ સીક્વલની સ્ક્રિપ્ટ ફાઇનલ કરી લીધી છે.
આ ફિલ્મ વિશે કરણ જોહર સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘કરણ જોહર ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ની શાનદાર સફળતા બાદ ફરી એક વાર એક ઇમોશનલ અને રોમૅન્ટિક ફૅમિલી ડ્રામા બનાવવા ઇચ્છે છે. આ ફિલ્મ તેની કરીઅરની સૌથી મોંઘી ફિલ્મ સાબિત થઈ શકે છે. આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન ૨૦૨૬ના મધ્યમાં શરૂ થશે અને એનું શૂટિંગ વર્ષના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. ફિલ્મમાં બે પુરુષ અને બે મહિલા મુખ્ય પાત્રો હશે અને કાસ્ટિંગની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.’


