ઓલિમ્પિક દરમિયાન એક ઇઝરાયલી તરવૈયાએ દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. ઇઝરાયલી તરવૈયાઓ એડન બ્લેચર અને શેલી બોબ્રીત્સ્કીએ મંગળવારે માધુરી દીક્ષિતના ગીત `આજા નચ લે` પર ડાન્સ કરતાં કરતાં તરવા ગયા હતા.
ટોક્યો ઓલિમ્પિકમાં માધુરીના આજા નચલે ગીત પર તરવૈયાઓનો ડાન્સ
હાલ ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympic 2020) ઘણું હેડલાઇન્સમાં છે. તમામ દેશોના વિવિધ રમતોના ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન ઓલિમ્પિક દરમિયાન એક ઇઝરાયલી તરવૈયાએ દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. ઇઝરાયલી તરવૈયાઓ એડન બ્લેચર અને શેલી બોબ્રીત્સ્કીએ મંગળવારે માધુરી દીક્ષિતના ગીત `આજા નચ લે` પર ડાન્સ કરતાં કરતાં તરવા ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ઇઝરાયલી તરવૈયાઓનો વીડિયો દર્શાવે છે કે બૉલિવૂડ દેશની બહાર પણ ઘણા દેશોમાં પોતાનું સ્થાન જાળવી રહ્યું છે. એક સોશિયલ મીડિયા યુઝરે ઈઝરાયલી તરવૈયાઓનો વીડિયો શેર કર્યો છે. તેમણે એમ પણ લખ્યું છે કે, `આ માટે ટીમ ઇઝરાયલનો ખૂબ ખૂબ આભાર! તમને ખબર નથી કે હું તેને સાંભળવા અને જોવા માટે કેટલો ઉત્સાહિત હતો! આજા નચલે! `
Israel ?? doing artistic swimming ?♀️ on Indian music. Aaja Nachle#Tokyo2020 #ind #isr pic.twitter.com/a9kfHEZYZ6
— Shashank Shukla (@aye_its_Shanky) August 3, 2021
આ સિવાય ફિલ્મ નિર્માતા કોલિન ડી કુન્હાએ પણ વીડિયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમજ બંને તરવૈયાઓની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ઇઝરાયલી તરવૈયાઓના ડાન્સ વીડિયો પર યુઝર્સ ઘણો પ્રતિસાદ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, `ટોક્યો ઓલિમ્પિકમાં બૉલિવૂડની એન્ટ્રી અને હંમેશની જેમ આપણા ભારતીય ગીતોમાં ઉર્જાનું સ્તર અલગ છે.`
ઇઝરાયેલની જોડી એડન બ્લેચર અને શેલી બોબ્રીત્સ્કી ટોક્યો એક્વાટિક્સ સેન્ટરમાં મહિલા ડબલ્સની ટેકનિકલ રેગ્યુલર ઇવેન્ટની ફાઇનલ માટે ક્વોલિફાય કરવા માટે સંઘર્ષ કરી રહી હતી. જો કે, તેઓ શિખર સંઘર્ષ માટે ક્વોલિફાય થઈ શક્યા ન હતા.

