આ ફિલ્મથી કલ્યાણી બૉલીવુડ-ડેબ્યુ કરશે
કલ્યાણી પ્રિયદર્શન
રણવીર સિંહની આગામી બિગ બજેટની ઝોમ્બી ઍક્શન ફિલ્મ ‘પ્રલય’માં સાઉથની પૉપ્યુલર ઍક્ટ્રેસ કલ્યાણી પ્રિયદર્શનને લીડ હિરોઇન તરીકે ફાઇનલ કરવામાં આવી છે. આ ફિલ્મથી કલ્યાણી બૉલીવુડ-ડેબ્યુ કરશે. થોડા સમય પહેલાં રિપોર્ટ હતા કે આ ફિલ્મમાં આલિયા ભટ્ટને સાઇન કરવામાં આવે એવી શક્યતા છે, પણ હવે કલ્યાણી પ્રિયદર્શનને ફાઇનલ કરી દેવામાં આવી છે.
રણવીર આ ફિલ્મમાં માત્ર લીડ ઍક્ટર જ નથી, પણ તે એમાં કો-પ્રોડ્યુસર પણ બનશે. આ ફિલ્મમાં મોટા પાયે VFX અને વર્લ્ડ-બિલ્ડિંગનો ઉપયોગ થશે તેમ જ એનું શૂટિંગ એપ્રિલથી શરૂ થશે.


