° °

આજનું ઇ-પેપર
Saturday, 04 December, 2021


વીર સાવરકરની જેલની મુલાકાત લીધી કંગનાએ

27 October, 2021 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હું હચમચી ગઈ હતી. ક્રૂરતા જ્યારે વધી હતી ત્યારે વીર સાવરકરના રૂપમાં માનવતાએ જન્મ લીધો હતો. તેમણે ઘણી ક્રૂરતાનો સામનો કર્યો હતો.

કંગના રણોત

કંગના રણોત

કંગના રનોટે હાલમાં વીર સાવરકરની જેલની મુલાકાત લીધી છે. કંગના  અત્યારે આંદામાનમાં છે. તે પોર્ટબ્લેરમાં આવેલી સેલ્યુલર જેલ જે કાલાપાની જેલ કહેવાય છે એની મુલાકાતે ગઈ હતી, જ્યાં વીર સાવરકરને રાખવામાં આવ્યા હતા. તેમને જે જેલમાં રાખવામાં આવ્યા હતા એ કોટડીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ પોસ્ટ કરી હતી, ‘આજે અંદામાન આવીને મેં પોર્ટબ્લેરમાં આવેલી કાલાપાની એટલે કે સેલ્યુલર જેલ જેમાં વીર સાવરકરને રાખવામાં આવ્યા હતા એની કોટડીની મુલાકાત લીધી હતી. હું હચમચી ગઈ હતી. ક્રૂરતા જ્યારે વધી હતી ત્યારે વીર સાવરકરના રૂપમાં માનવતાએ જન્મ લીધો હતો. તેમણે ઘણી ક્રૂરતાનો સામનો કર્યો હતો. તેઓ વીર સાવરકરથી કેટલા ડર્યા હશે કે તેમણે દરિયાની વચ્ચે આવેલા એક નાનકડા ટાપુ પર આવેલી કાલાપાની જેલમાં રાખ્યા હતા અને તેમને સાંકળથી બાંધી રાખવામાં આવ્યા હતા. દરિયો તરીને જવો શક્ય નહોતું છતાં તેમને બાંધી રાખવામાં આવ્યા હતા. તેઓ ભાગી જશે એનો ડર તેમને હંમેશાં સતાવતો હતો. આના પરથી નક્કી કરી શકાય કે તેઓ કેટલા કાયર અને સાવરકરજી કેટલા વીર હતા. આ કોટડી આઝાદીનું એક સત્ય છે જેને આપણી ટેક્સ્ટબુકમાં શીખવાડવામાં નથી આવતું. મેં આ કોટડીમાં મેડિટેશન કર્યું હતું અને વીર સાવરકરજીને રિસ્પેક્ટ અર્પણ કરી હતી. સ્વતંત્રતા સેનાનીના આ સાચા નાયકને મારા કોટિ કોટિ પ્રણામ. જય હિન્દ.’

27 October, 2021 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

પંજાબમાં પ્રદર્શનકારીઓએ કંગનાની કારને રોકી, વીડિયો શેર કરી અભિનેત્રીએ કહ્યું..

પોતાના નિવેદનોને કારણે હંમેશા વિવાદમાં રહેતી કંગના ફરી મુશ્કેલીમાં આવી છે.

03 December, 2021 06:31 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

જ્યારે સોનમ કપૂરને પણ કરવી પડી હતી વેઈટ્રેસની નોકરી... જાણો વધુ

અનુપમ ખેર શો માં પહોંચેલી અભિનેત્રી સોનમ કપૂરે આ વાતનો ખુલાસો કર્યો હતો.

03 December, 2021 06:09 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સમીર સોની બન્યો લેખક

સમીર સોની હવે ‘માય એક્સ્પીરિયન્સ વિથ સાઇલન્સ’ દ્વારા લેખક બની ગયો છે.

03 December, 2021 01:48 IST | mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK