કરણે પોતાના સંદેશમાં લખ્યું હતું કે ‘મારા વિશ્વ... મારા આશીર્વાદ... રુહી અને યશ સાથે મને સંપૂર્ણ બનાવવા બદલ બ્રહ્માંડનો આભાર... અમને અમારી માતાઓના આશીર્વાદ મળ્યા છે એ માટે અમે ધન્ય છીએ. અમારા તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.’
કરણ જોહર, યશ અને રૂહી
દિવાળી નિમિત્તે ફિલ્મમેકર કરણ જોહરે ગઈ કાલે પોતાની ધર્મા પ્રોડક્શન્સની ઑફિસમાં પૂજાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે કરણે સોશ્યલ મીડિયા પર પોતાનાં બન્ને બાળકો દીકરા યશ અને દીકરી રુહી સાથે ખાસ ક્લિક કરાવેલી તસવીરો શૅર કરીને ખાસ સંદેશ લખ્યો હતો.