Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મોહમ્મદ શમીને ટેસ્ટ-ક્રિકેટમાં ફરી તક ન મળી એને લીધે ભડક્યો રવિ શાસ્ત્રી

મોહમ્મદ શમીને ટેસ્ટ-ક્રિકેટમાં ફરી તક ન મળી એને લીધે ભડક્યો રવિ શાસ્ત્રી

Published : 08 November, 2026 09:07 AM | Modified : 08 November, 2026 10:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કહ્યું કે દેશ માટે આટલું શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીને આ રીતે જવું પડે છે એ દુઃખદ બાબત છે.

રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રી


ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ મોહમ્મદ શમીને ટેસ્ટ-ટીમમાં વધુ એક તક ન આપવાના સિલેક્ટર્સના નિર્ણય સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. તેણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ અનુભવી ફાસ્ટ બોલરે ઘરેલુ ક્રિકેટમાં બંગાળ તરફથી સતત રમીને અને લાંબી ઓવરો ફેંકીને પોતાની મૅચ-ફિટનેસ પુરવાર કરી બતાવી હતી.

સિલેક્ટર્સના વલણ સામે આકરા પ્રહારો કરતાં રવિ શાસ્ત્રીએ ઉમેર્યું હતું કે ‘તેની ફિટનેસ સારી ન હોવાના તમામ અહેવાલો મેં સાંભળ્યા છે, પણ તે બંગાળ માટે દરેક મૅચ રમી રહ્યો હતો અને ૧૫થી ૨૦ ઓવર બોલિંગ કરતો હતો. પોતાની ફિટનેસ સાબિત કરવા માટે હવે એક ખેલાડી પાસે તમે બીજું શું માગો છો? દેશ માટે આટલું શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીએ આ રીતે જવું પડે એ દુઃખદ બાબત છે. મને પૂરો વિશ્વાસ હતો કે તેનામાં હજી ટેસ્ટ-ક્રિકેટમાં ૩૦થી ૪૦ વિકેટ ઝડપવાની તાકાત બાકી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2026 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK