કરિશ્મા કપૂરે પોતાની સફળતાનું સંપૂર્ણ શ્રેય આપ્યું મમ્મી બબિતાને, કપૂર પરિવારની દીકરી કરિશ્મા કપૂરે ૯૦ના દાયકામાં મોટા પડદા પર ધૂમ મચાવી હતી અને સતત અનેક હિટ ફિલ્મો આપી હતી. કરિશ્માએ મહેનતના બળ પર ટોચની અભિનેત્રીઓમાં સ્થાન મેળવ્યું હતું.
મમ્મી મારા માટે ભગવાન સમાન છે
કપૂર પરિવારની દીકરી કરિશ્મા કપૂરે ૯૦ના દાયકામાં મોટા પડદા પર ધૂમ મચાવી હતી અને સતત અનેક હિટ ફિલ્મો આપી હતી. કરિશ્માએ મહેનતના બળ પર ટોચની અભિનેત્રીઓમાં સ્થાન મેળવ્યું હતું. કપૂર પરિવારની હોવા છતાં તેણે ઘણો સંઘર્ષ કર્યો હતો અને સફળતાનું સંપૂર્ણ શ્રેય પોતાની મમ્મી બબિતા કપૂરને આપ્યું હતું.
તાજેતરમાં કરિશ્મા કપૂર ‘ઇન્ડિયન આઇડલ’ના એક ખાસ એપિસોડમાં જોવા મળી હતી. આ દરમ્યાન હોસ્ટ આદિત્ય નારાયણે તેની મમ્મીનો ઉલ્લેખ કરતાં કરિશ્મા ભાવુક થઈ ગઈ હતી. કરિશ્માએ મમ્મી પ્રત્યેની પોતાની લાગણી જણાવતાં કહ્યું કે ‘મારી મમ્મી મારા માટે ભગવાન સમાન છે. હું જે કંઈ પણ છું મારી મમ્મીને કારણે છું. પરિવારના દરેક સભ્યે મારો સાથ આપ્યો હતો, પરંતુ મારી મમ્મીએ આપેલા આત્મવિશ્વાસ અને સંસ્કાર મારી સૌથી મોટી શક્તિ બની રહ્યા છે.’
