આ પહેલાં અશ્વિની ‘બરેલી કી બર્ફી’, ‘નિલ બટ્ટે સન્નાટા’ અને ‘પંગા’ જેવી દમદાર ફિલ્મો બનાવી ચૂકી છે
કિઆરા અડવાણી
કિઆરા અડવાણી છેલ્લે ફિલ્મ ‘વૉર 2’માં જોવા મળી હતી, પરંતુ આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ખાસ કમાલ બતાવી શકી નહોતી. હવે કિઆરા પેન ઇન્ડિયા ફિલ્મ ‘ટૉક્સિક’માં જોવા મળશે. હવે ખબર પડી છે કે કિઆરાને ‘નિલ બટ્ટે સન્નાટા’ની ડિરેક્ટર અશ્વિની ઐયર તિવારીની આગામી ફિલ્મમાં લીડ રોલમાં સાઇન કરી લેવામાં આવી છે. અશ્વિની ઐયર તિવારી મહિલાઓ-કેન્દ્રિત ફિલ્મો બનાવવા માટે જાણીતી છે. આ પહેલાં અશ્વિની ‘બરેલી કી બર્ફી’, ‘નિલ બટ્ટે સન્નાટા’ અને ‘પંગા’ જેવી દમદાર ફિલ્મો બનાવી ચૂકી છે.
