હાલમાં આ ફિલ્મનું ઍડ્વાન્સ પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે
લક્ષ્ય લાલવાણી
જાહ્નવી કપૂર અને ટાઇગર શ્રોફ ધર્મા પ્રોડક્શન્સની ‘લગ જા ગલે’માં સાથે કામ કરી રહ્યાં છે. હાલમાં આ ફિલ્મનું ઍડ્વાન્સ પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે અને એનું શૂટિંગ ડિસેમ્બરથી શરૂ કરી દેવાનું છે. હવે રિપોર્ટ છે કે આ ફિલ્મમાં ‘The Ba***ds of Bollywood’થી લાઇમલાઇટમાં આવેલા લક્ષ્ય લાલવાણીને પણ એક મહત્ત્વના રોલ માટે સાઇન કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ‘લગ જા ગલે’ પ્રણય ત્રિકોણ હશે અને એમાં લક્ષ્ય અને ટાઇગર બન્નેના રોલ દમદાર હશે.

