Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીના જીવન પર ફિલ્મ બનાવશે મધુર ભંડારકર

ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીના જીવન પર ફિલ્મ બનાવશે મધુર ભંડારકર

Published : 25 October, 2026 09:24 AM | Modified : 25 October, 2026 09:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મમેકર મધુર ભંડારકર પોતાના આગામી પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. તેઓ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીના જીવન અને તેમના વારસાને મોટા પડદા પર રજૂ કરવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટનું સંભવિત શીર્ષક ‘શ્યામા : ધ મિસિંગ ચૅપ્ટર’.

મુખરજી પર ફિલ્મ બનાવશે મધુર ભંડારકર

મુખરજી પર ફિલ્મ બનાવશે મધુર ભંડારકર


રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મમેકર મધુર ભંડારકર પોતાના આગામી પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. તેઓ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીના જીવન અને તેમના વારસાને મોટા પડદા પર રજૂ કરવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટનું સંભવિત શીર્ષક ‘શ્યામા : ધ મિસિંગ ચૅપ્ટર’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થઈ શકે છે.

રિપોર્ટ પ્રમાણે મધુર ભંડારકર પોતાની આગામી ફિલ્મ ‘ધ વાઇવ્ઝ ઑફ બૉલીવુડ’નું કામ પૂરું કર્યા બાદ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે.  ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી વિદ્વાન અને રાજકારણી હતા. આ ફિલ્મમાં કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવાન કુલપતિ તરીકેની તેમની કારકિર્દીની શરૂઆતથી લઈને જવાહરલાલ નેહરુના નેતૃત્વ હેઠળ સ્વતંત્ર ભારતની પ્રથમ કૅબિનેટમાં તેમની ભૂમિકા સુધીની સફર દર્શાવવામાં આવશે. આ ઉપરાંત વૈચારિક મતભેદોને કારણે તેમણે આપેલું રાજીનામું પણ ફિલ્મનો મહત્ત્વનો હિસ્સો હશે. આ ફિલ્મમાં ૧૯૫૧માં ભારતીય જનસંઘની સ્થાપના, ૧૯૫૩માં જમ્મુ-કાશ્મીરમાં ‘પરમિટ સિસ્ટમ’ વિરુદ્ધ ચલાવવામાં આવેલા તેમના અભિયાન અને અટકાયત દરમ્યાન થયેલા તેમના મૃત્યુ સાથે જોડાયેલી ઘટનાઓને પણ આવરી લેવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2026 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK