Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડાર્ક કોમેડી, સસ્પેન્સ અને ઇમોશન્સનો અનોખો મેળ લાવશે `મોમાકુ- મોટર માચીસ ઔર કટર`

ડાર્ક કોમેડી, સસ્પેન્સ અને ઇમોશન્સનો અનોખો મેળ લાવશે `મોમાકુ- મોટર માચીસ ઔર કટર`

Published : 29 May, 2026 05:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Momacu Movie: ફિલ્મ Momacu – Motor Machis Aur Cutter દર્શકોને ડાર્ક કૉમેડી, સસ્પેન્સ અને ઇમોશનલ ડ્રામાનો અનોખો અનુભવ કરાવવાની તૈયારીમાં છે.

`મોમાકુ- મોટર માચીસ ઔર કટર`

`મોમાકુ- મોટર માચીસ ઔર કટર`


ફિલ્મ Momacu – Motor Machis Aur Cutter દર્શકોને ડાર્ક કૉમેડી, સસ્પેન્સ અને ઇમોશનલ ડ્રામાનો અનોખો અનુભવ કરાવવાની તૈયારીમાં છે. કેબલવન અને સાગા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મ હેરી ભટ્ટી ફિલ્મ્સ સાથે મળીને બનાવવામાં આવી છે. આ ફિલ્મ કુલદીપ કુણાલ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે.

આર્ટ બીટ હાઉસ અને આર્ટ વર્શીપર્સ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ એક જ રાતમાં બનતી ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મમાં વાસ્તવિકતા, અફરાતફરી, માનવીય ભાવનાઓ અને સિટ્યુએશનલ હ્યુમરને ઝડપી અને થ્રિલિંગ અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે.



ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળનારા અભિનેતા જતિન સરનાએ મિડ-ડે સાથે વાત કરતાં કહ્યું કે ફિલ્મની વાર્તા સાંભળતાં જ તેઓ તરત જ આ પ્રોજેક્ટ સાથે જોડાવા તૈયાર થઈ ગયા હતા. “આ એવી સ્ટોરી છે જે હું હંમેશા જોવા માગતો હતો. આ વાર્તા ખૂબ જ રૂટેડ અને રિયલ લાગે છે,” તેણે કહ્યું.


ફિલ્મને અન્ય કૉમેડી ડ્રામાથી અલગ બનાવતી બાબત અંગે વાત કરતાં જતિન સરનાએ જણાવ્યું કે Momacuમાં હાસ્ય માટે સસ્તા જોક્સ, બોડી શેમિંગ અથવા ફોર્સ્ડ કૉમેડીનો સહારો લેવામાં આવ્યો નથી. “એક સામાન્ય માણસની ગંભીર પરિસ્થિતિ જ ફિલ્મમાં હ્યુમર બનાવે છે અને એ જ તેની સૌથી મોટી ખાસિયત છે,” તેણે ઉમેર્યું.


અભિનેત્રી અપુર્વા અરોરાએ પણ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ ને જણાવ્યું કે ફિલ્મની સ્ટોરી અને તેની પાછળનો વિશ્વાસ તેમને ખૂબ પસંદ આવ્યો હતો. “આવી સ્ટોરી પહેલાં ક્યારેય બની નથી. ફિલ્મની કન્વિક્શન જ એવી હતી કે મેં તરત જ હા કહી દીધી,” તેણે કહ્યું. અપુર્વાએ ફિલ્મને ડાર્ક કૉમેડી ગણાવતા જણાવ્યું કે ફિલ્મની સિટ્યુએશન્સ પોતે જ દર્શકોને હસાવશે.

ફિલ્મનો સૌથી મજબૂત પાસો તેની સ્ટોરી છે એવું જણાવતાં જતિન સરનાએ કહ્યું કે “આ ફિલ્મમાં કન્ટેન્ટ જ કિંગ છે.” તેમણે ફિલ્મની કાસ્ટ અને ટીમની પ્રશંસા કરતાં કહ્યું કે દરેક કલાકારે દિલથી કામ કર્યું છે.

શૂટિંગના અનુભવ અંગે વાત કરતાં અપુર્વાએ જણાવ્યું કે આખી ટીમ એક પરિવારની જેમ સાથે કામ કરતી હતી. “અમે ક્યારેય આ ફિલ્મને કોઈ એક વ્યક્તિની ફિલ્મ તરીકે નહોતી જોઈ. અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ દરેકે આ પ્રોજેક્ટને પોતાનો માનીને કામ કર્યું,” એમ તેમણે કહ્યું.

જતિન સરનાએ કહ્યું કે ફિલ્મનું શૂટિંગ ઠંડા વાતાવરણમાં થયું હતું., જે ફિલ્મના વિઝ્યુઅલ્સને વધુ અસરકારક બનાવશે. ખાસ વાત એ છે કે Momacu – Motor Machis Aur Cutter 11 ભાષાઓમાં રિલીઝ થવાની છે, જેના કારણે આ ફિલ્મ પેન ઈન્ડિયા સ્તરે પહોંચશે.

અપુર્વાના મતે ફિલ્મની સ્ટોરી એટલી રૂટેડ અને રિલેટેબલ છે કે દેશભરના દર્શકો સરળતાથી તેની સાથે જોડાઈ શકશે. “આ ફિલ્મ લોકલ છે અને એ જ તેને યુનિવર્સલ બનાવશે,” અપૂર્વાએ ફિલ્મની પ્રશંસા કરતા કહ્યું.

દિગ્દર્શક કુલદીપ કુણાલે ફિલ્મને અફરાતફરી, સંઘર્ષ અને માનવીય ભાવનાઓમાંથી જન્મેલી સ્ટોરી ગણાવી. “અમે ફિલ્મને એક સાથે રિયલ, થ્રિલિંગ, અસ્વસ્થ બનાવતી અને ફની બનાવવા માગતા હતા. દરેક પાત્ર પોતાની અંદર કોઈ રહસ્ય અને સંઘર્ષ લઈને ચાલે છે,” તેમણે જણાવ્યું.

મોમાકુ - મોટર માચીસ ઔર કટર 4 જૂન, 2026 થી કેબલવન પર સ્ટ્રીમ થશે.

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 05:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK