તાજેતરમાં સોશ્યલ મીડિયા પર મૃણાલ અને સાઉથના સુપરસ્ટાર ધનુષ વચ્ચેના સંબંધ અને લગ્ન વિશે અફવાઓ ચાલી રહી છે. જોકે મૃણાલના આ જવાબથી આ તમામ અટકળો પર વિરામ લાગી ગયો છે.
મૃણાલ ઠાકુર અક્ષય કુમાર
મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદી જલદી જ રોમૅન્ટિક ડ્રામા ફિલ્મ ‘દો દીવાને સહર મેં’માં જોવા મળશે. હાલમાં ફિલ્મની ટીમ જોરશોરથી પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પ્રમોશનના ભાગરૂપે અક્ષય કુમારના ગેમ શો ‘વ્હીલ ઑફ ફૉર્ચ્યુન’ના એપિસોડમાં ફિલ્મની ટીમ ખાસ મહેમાન તરીકે હાજર રહેશે. આ શોમાં અક્ષય કુમારે જ્યારે મજાકીય અંદાજમાં મૃણાલને પૂછ્યું કે ‘તારા વિશે સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી રહી છે. તારું હાલનું રિલેશનશિપ સ્ટેટસ શું છે?’ આ સવાલ પર મૃણાલે નિર્ભયતાથી જવાબ આપ્યો કે હું હાલમાં સિંગલ છું અને મિંગલ થવા માટે તૈયાર છું. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર મૃણાલ અને સાઉથના સુપરસ્ટાર ધનુષ વચ્ચેના સંબંધ અને લગ્ન વિશે અફવાઓ ચાલી રહી છે. જોકે મૃણાલના આ જવાબથી આ તમામ અટકળો પર વિરામ લાગી ગયો છે.


