આવી સ્થિતિમાં વરુણ ધવન તેનો હાથ પકડીને ચાલવામાં મદદ કરતો જોવા મળે છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બૉલીવુડ અને સાઉથ સિનેમામાં પોતાના શાનદાર અભિનય માટે જાણીતી ઍક્ટ્રેસ મૃણાલ ઠાકુરનો એક વિડિયો ચર્ચામાં આવ્યો છે જેમાં તે પ્રેગ્નન્ટ દેખાઈ રહી છે. આ વિડિયોમાં મૃણાલે પિન્ક ગાઉન પહેર્યું છે અને આવી સ્થિતિમાં વરુણ ધવન તેનો હાથ પકડીને ચાલવામાં મદદ કરતો જોવા મળે છે. મળતી માહિતી પ્રમાણે આ તસવીરો મૃણાલ અને વરુણની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ના સેટ પર લેવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિગ ચાલી રહ્યું છે, પણ એ ક્યારે રિલીઝ થશે એ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી.


