જાણો એ ત્રણેય ફિલ્મો વિશે જે OTT પર રીલીઝ થવાની છે
ઇક્કીસ, સાઇકો સૈયાં, અક્યુઝ્ડ
ઇક્કીસ
શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત ‘ઇક્કીસ’ એક બાયોગ્રાફિકલ વૉર-ડ્રામા છે. આ ફિલ્મ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. એમાં સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલની સાચી શૌર્યગાથા બતાવવામાં આવી છે. તેઓ ભારતના સૌથી નાની ઉંમરે પરમવીર ચક્ર મેળવનાર વીર જવાન હતા. યુદ્ધમાં તેમણે અસાધારણ બહાદુરી દેખાડીને દેશ માટે બલિદાન આપ્યું હતું. ફિલ્મમાં અગસ્ત્ય નંદાએ અરુણ ખેત્રપાલનું પાત્ર ભજવ્યું છે, જ્યારે આ ફિલ્મ ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ છે. દર્શકો એને પ્રાઇમ વિડિયો પર જોઈ શકે છે.
ADVERTISEMENT
સાઇકો સૈયાં
આ એક રોમૅન્ટિક થ્રિલર સિરીઝ છે જે ઉત્કટ પ્રેમ અને અતિશય ઝનૂન વચ્ચેની ખતરનાક અને નાજુક રેખાને દર્શાવે છે. સિરીઝમાં તેજસ્વી પ્રકાશ, રવિ કિશન અને અનુદ સિંહ ઢાકાના રોલમાં જોવા મળશે. આ સિરીઝ ઍમૅઝૉન MX પ્લેયર પર સ્ટ્રીમ થઈ રહી છે.
અક્યુઝ્ડ
આ સિરીઝની વાર્તા લંડનમાં રહેતી સજાતીય સંબંધ ધરાવતી ગાયનેકોલૉજિસ્ટના જીવન પર આધારિત છે. ફિલ્મમાં આ રોલ કોંકણા સેન શર્મા ભજવે છે અને તેના પર યૌનશોષણના આરોપ લાગતાં તેની કારકિર્દી, લગ્ન અને વિશ્વાસ બધું જોખમમાં આવી જાય છે. તેની પત્ની સત્ય શોધવા માટે પ્રયત્ન કરે છે અને આ રોલ પ્રતિભા રાંટા ભજવી રહી છે. આ સિરીઝ LGBTQ+ થીમ, મી ટૂ મૂવમેન્ટ અને સામાજિક મુદ્દાઓને સ્પર્શે છે. ‘અક્યુઝ્ડ’ ૨૭ ફેબ્રુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
