જોકે તેણે એમ કર્યું નહીં અને ૧૧ વર્ષના ડેટિંગ પછી ૨૦૨૧માં તેઓ પરણી ગયાં
પત્રલેખા અને રાજકુમાર રાવ
જોકે તેણે એમ કર્યું નહીં અને ૧૧ વર્ષના ડેટિંગ પછી ૨૦૨૧માં તેઓ પરણી ગયાં રાજકુમાર રાવ અને પત્રલેખાએ ૧૧ વર્ષ ડેટિંગ કર્યા પછી ૨૦૨૧ની પાંચમી નવેમ્બરે લગ્ન કર્યાં હતાં, પણ એક સમય એવો હતો જ્યારે મિત્રો રાજકુમારને એવી સલાહ આપતા હતા કે પત્રાલેખાને છોડીને બીજે પણ નજર દોડાવ.
આ સમય એ હતો જ્યારે રાજકુમારને ફિલ્મોમાં સફળતા મળી રહી હતી. ૨૦૧૭માં આવેલી ‘બરેલી કી બરફી` હિટ થઈ એના એક વર્ષ પછી આવેલી `સ્ત્રી` પણ હિટ થઈ હતી અને એવા સમયે રાજકુમારને ફ્રેન્ડ્સ પત્રલેખાને છોડી દેવાનું કહી રહ્યા હતા. વૉટ નેક્સ્ટ? `સ્ત્રી 2`ની જબરદસ્ત સફળતાને માણી રહેલો રાજકુમાર રાવ હવે તૃપ્તિ ડિમરી સાથે `વિકી વિદ્યા કા વો વાલા વિડિયો`માં દેખાવાનો છે.
ADVERTISEMENT
આ વાત ખુદ પત્રલેખાએ એક ઇન્ટરવ્યુમાં કરી છે. તે કહે છે, `રાજકુમાર આસાનીથી આ સંબંધમાંથી નીકળી શક્યો હોત, પણ તેણે એવું ન કર્યું. તે એક સારો માણસ છે, તે એક સાચો નારીવાદી છે.
વૉટ નેક્સ્ટ?
‘સ્ત્રી 2’ની જબરદસ્ત સફળતાને માણી રહેલો રાજકુમાર રાવ હવે તૃપ્તિ ડિમરી સાથે ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’માં દેખાવાનો છે. આ ફિલ્મ ૧૧ ઑક્ટોબરે રિલીઝ થશે. પત્રલેખા હાલમાં જ આવેલી ‘IC814 : ધ કંદહાર હાઇજૅક’ નામની વેબ-સિરીઝમાં દેખાઈ રહી છે. રાજકુમાર સાથેની જ ૨૦૧૪ની ફિલ્મ ‘સિટી લાઇટ્સ’થી ફિલ્મજગતમાં પ્રવેશેલી પત્રલેખા ફિલ્મ ‘ફુલે’માં સાવિત્રીબાઈ ફુલેનો રોલ ભજવવાની છે. આ ફિલ્મમાં જ્યોતિરાવ ફુલેનો રોલ પ્રતીક ગાંધી કરી રહ્યો છે.