Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૅન્ડિટ ક્વીન ફૂલન દેવીની સ્ટોરી પરથી ફરીથી બની ફિલ્મ

બૅન્ડિટ ક્વીન ફૂલન દેવીની સ્ટોરી પરથી ફરીથી બની ફિલ્મ

Published : 23 July, 2026 04:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ડિટ ક્વીન ફૂલન દેવીના જીવન પર આધારિત નવી ફિલ્મ `ફૂલન` હવે દર્શકો સમક્ષ આવવા તૈયાર છે. ફિલ્મમાં નવોદિત અભિનેત્રી સ્નેહા કુમારી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026ના સ્પેશ્યલ પ્રેઝન્ટેશનમાં સ્થાન મળ્યું છે.

બૅન્ડિટ ક્વીન ફૂલન દેવીની સ્ટોરી પરથી ફરીથી બની ફિલ્મ

બૅન્ડિટ ક્વીન ફૂલન દેવીની સ્ટોરી પરથી ફરીથી બની ફિલ્મ


બૅન્ડિટ ક્વીન તરીકે જાણીતી ફૂલન દેવી એક સમય ચંબલના બીહડ વિસ્તારમાં ભયનું પ્રતીક બની ગઈ હતી. પોતાના પર થયેલા અત્યાચારોનો બદલો લેવા માટે ફૂલન દેવી ડાકુ બની હતી. કહેવાય છે કે તેણે તેના પર દુષ્કર્મ કરનાર વ્યક્તિને તેના પરિવારના ૨૦ સભ્યો સાથે લાઇનમાં ઊભા રાખીને ગોળી મારી દીધી હતી. 
ફૂલન દેવીના જીવન પર અગાઉ ફિલ્મમેકર શેખર કપૂરે ‘બૅન્ડિટ ક્વીન’ નામની ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ ૧૯૯૪માં રિલીઝ થઈ હતી જેમાં અભિનેત્રી સીમા બિસ્વાસે ફૂલન દેવીની ભૂમિકા ભજવી હતી.
હવે ફૂલન દેવીની વાર્તા ફરી એક વાર દર્શકો સમક્ષ આવી રહી છે. નવી ફિલ્મ ‘ફૂલન’માં સ્નેહા કુમારી નામની નવોદિત ઍક્ટ્રેસ લીડ રોલમાં જોવા મળશે અને તે ફૂલન દેવીનું પાત્ર ભજવશે.
આ ફિલ્મને ૫૧મા ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) માટે પણ પસંદ કરવામાં આવી છે. ૧૦ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનારા આ પ્રતિષ્ઠિત ફિલ્મ-ફેસ્ટિવલમાં ‘ફૂલન’ને સ્પેશ્યલ પ્રેઝન્ટેશન્સ વિભાગમાં સ્થાન મળ્યું છે. ‘ફૂલન’ OTT પ્લૅટફૉર્મ ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે પણ એની તારીખ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2026 04:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK