Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બટવારા 1947ની પ્રીતિ ઝિન્ટાને જોઈ લો

બટવારા 1947ની પ્રીતિ ઝિન્ટાને જોઈ લો

Published : 14 August, 2026 08:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘બટવારા 1947’ની રિલીઝ પહેલાં પ્રીતિ ઝિન્ટાએ હમીદા પાત્રના લુક-ટેસ્ટની સુંદર તસવીર શૅર કરી છે. આ ફિલ્મથી તે ૮ વર્ષ બાદ મોટા પડદા પર કમબૅક કરી રહી છે.

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટા


આજે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘બટવારા 1947’ પહેલાં અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ સોશ્યલ મીડિયા પર આ ફિલ્મના પોતાના પાત્ર હમીદાના લુક-ટેસ્ટ સમયની એક સુંદર તસવીર શૅર કરી છે.
પ્રીતિ ઝિન્ટા આ તસવીરમાં સાદી કિનારીવાળી સાડીમાં અત્યંત શાલીન અને આકર્ષક લુકમાં નજરે પડે છે. તેણે માથા પર સાડીનો પલ્લુ રાખેલો છે, જ્યારે તેના વાંકડિયા વાળ અને હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ તેના આ સાદા છતાં મનમોહક લુકને વધુ સુંદર બનાવે છે.
આ તસવીર સાથે પ્રીતિએ સોશ્યલ મીડિયા પર એક ભાવુક નોંધ લખતાં જણાવ્યું હતું કે ‘હું ‘બટવારા 1947’ની રિલીઝની પૂર્વસંધ્યાએ એ ક્ષણ તરફ પાછી જવા માગતી હતી જ્યાંથી આ બધું શરૂ થયું હતું. આ તસવીર એ લુક-ટેસ્ટ સમયની છે જ્યાં મેં પહેલી વાર હમીદાની ઝલક જોઈ અને અનુભવી હતી.’
ઉલ્લેખનીય છે કે ‘બટવારા 1947’ ફિલ્મ દ્વારા પ્રીતિ ઝિન્ટા ૮ વર્ષના મોટા વિરામ બાદ મોટા પડદા પર વાપસી કરી રહી છે. રાજકુમાર સંતોષીના નિર્દેશનમાં અને આમિર ખાન પ્રોડક્શન્સના બૅનર હેઠળ બનેલી આ ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે; જ્યારે શબાના આઝમી, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ પણ મહત્ત્વનાં પાત્રોમાં જોવા મળશે.
૧૯૪૭ના ભારત-પાકિસ્તાન ભાગલાની પૃષ્ઠભૂમિ પર લાહોર શહેરમાં આધારિત આ ફિલ્મ અસગર વજાહતના પ્રખ્યાત નાટક ‘જિસ લાહૌર નઇ દેખ્યા, ઓ જમ્યાઇ નઇ’થી પ્રેરિત માનવામાં આવે છે. આ શીર્ષકનો અર્થ એવો થાય છે કે તમે લાહોર નથી ગયા તો એમ સમજો કે તમે જન્મ્યા જ નથી.


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2026 08:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK