પિતાની પુણ્યતિથિએ ભાવુક થઈને પ્રિયંકા ચોપડાએ શૅર કરી તેમની સાથેની ખાસ તસવીરો
પિતાની પુણ્યતિથિ નિમિત્તે પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર કેટલીક ખાસ તસવીરો શૅર કરી છે
પ્રિયંકા ચોપડાની ગણતરી આજે ગ્લોબલ સ્ટાર તરીકે થાય છે. તેની આ સફળતામાં તેનાં માતા-પિતાનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. બુધવારે પ્રિયંકાના પિતા અશોક ચોપડાની તેરમી પુણ્યતિથિ હતી અને આ દિવસે પ્રિયંકાએ તેમને યાદ કરીને એક ભાવુક પોસ્ટ શૅર કરી છે.
પિતાની પુણ્યતિથિ નિમિત્તે પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર કેટલીક ખાસ તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં પિતા-પુત્રી વચ્ચેનો પ્રેમ અને લાગણીસભર સંબંધ સ્પષ્ટ જોવા મળે છે. આ તસવીરો સાથે પ્રિયંકાએ લખ્યું, ‘અમે બન્ને હંમેશાં સાથે ડાન્સ કરતાં હતાં. ડૅડ, તમારી ખૂબ યાદ આવે છે. તમે હંમેશાં મારી સાથે છો. દરેક ક્ષણે, દરેક નિર્ણયમાં તમારો સાથ અનુભવું છું. લવ યુ.’
