Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Priyanka Chopraનો મોટો ખુલાસો, મિસ યુનિવર્સ વખતે આ કારણે આપ્યો નમસ્તેવાળો પૉઝ

Priyanka Chopraનો મોટો ખુલાસો, મિસ યુનિવર્સ વખતે આ કારણે આપ્યો નમસ્તેવાળો પૉઝ

Published : 18 September, 2024 05:55 PM | IST | London
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રિયંકા ચોપરા તાજેતરમાં જ, લંડનમાં પતિ નિક જોનાસના મ્યૂઝિક કૉન્સર્ટમાં સામેલ થઈ. ખાસ વાત એ છે કે આ એ જ જગ્યા હતી, જ્યાં પ્રિયંકા ચોપરાએ 24 વર્ષ પહેલા મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો.

પ્રિયંકા ચોપરાની તસવીરોનો કૉલાજ

પ્રિયંકા ચોપરાની તસવીરોનો કૉલાજ


પ્રિયંકા ચોપરા તાજેતરમાં જ, લંડનમાં પતિ નિક જોનાસના મ્યૂઝિક કૉન્સર્ટમાં સામેલ થઈ. ખાસ વાત એ છે કે આ એ જ જગ્યા હતી, જ્યાં પ્રિયંકા ચોપરાએ 24 વર્ષ પહેલા મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. પ્રિયંકાએ પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તે ક્ષણોને યાદ કરતા કેટલીક મહત્વની વાતો શૅર કરી છે.


નિક જોનાસ ત્યાં જ કરી રહ્યો છે કૉન્સર્ટ જ્યાં પ્રિયંકા બની મિસ યુનિવર્સ
પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અનેક તસવીરો શૅર કરી છે. જેના કૅપ્શનમાં તેણે જણાવ્યું છે કે 24 વર્ષ પહેલા તેને આ જગ્યાએ મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેણે માહિતી આપતા જણાવ્યું કે તે દરમિયાન આ જગ્યાને મિલેનિયમ ડોમ કહેવામાં આવતું હતું. તેણે લખ્યું છે કે તે પોતે જ્યારે 18 વર્ષની હતી ત્યારનો એ અનુભવ અને એ સ્મૃતિને ક્યારે ભૂલી શકશે નહીં.



પ્રિયંકાએ યાદ કર્યો મિસ યુનિવર્સ બનવાનો દિવસ
પ્રિયંકા ચોપરાએ લખ્યું કે તે સમયે હું ખૂબ જ ઉત્સાહિત અને નર્વસ પણ હતી. મેં બને તેટલું સારું દેખાવાનો પ્રયત્ન કર્યો. તે 30 નવેમ્બર, 2000ના દિવસને તે ક્યારેય નહીં ભૂલે એવો દિવસ ગણાવ્યો. તેણે આગળ લખ્યું કે તે આખી સાંજ પેન્સિલ હીલ્સ સાથે હેમંત ત્રિવેદીના સુંદર ડ્રેસને જાળવવાનો પ્રયત્ન કર્યો.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)


મિસ યુનિવર્સ બન્યા બાદ આ કારણે આપ્યો નમસ્તેવાળો પૉઝ
તે દિવસે નર્વસનેસના કારણે પ્રિયંકાને ઘણો પરસેવો થઈ રહ્યો હતો, જેના કારણે તેની બૉડી ટેપ સાથે સ્ટિક રહેતી નહોતી. એક ખુલાસો કરતાં પ્રિયંકાએ કહ્યું કે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી જો તમે તેની તસવીરો ગૂગલ કરશો તો તમે જોશો કે હું નમસ્તે કહી રહી છું, પરંતુ વાસ્તવમાં હું મારો ડ્રેસ અપ રાખવાનો પ્રયત્ન કરી રહી હતી અને હું આમાં સફળ રહી અને આખરે બધુ બરાબર થઈ ગયું.

પ્રિયંકા ચોપરા આગામી ફિલ્મ `ધ બ્લફ`માં જોવા મળશે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે. આ સિવાય તે ઇલ્યા નૈશુલર દ્વારા નિર્દેશિત `હેડ્સ ઓફ સ્ટેટ`માં પણ જોવા મળશે. તેમાં જૉન સીના અને ઇદ્રિસ એલ્બા પણ છે. તે જાણીતું છે કે મિસ વર્લ્ડ બન્યા બાદ પ્રિયંકાએ તમિલ ફિલ્મ `થામીજાન`થી અભિનયની શરૂઆત કરી હતી.

નોંધનીય છે કે પ્રિયંકા ચોપરા થોડાંક દિવસ પહેલા ભાઈના લગ્ન પ્રસંગો માટે મુંબઈ આવી હતી. પ્રિયંકા ચોપરાએ આ વિશે કંઈ પણ લખ્યું કે પોસ્ટ કર્યું નહોતું. જો કે, તેણે પિન્ક સાડીવાળા પોતાના કેટલાક ફોટોઝ શૅર કર્યા જે કદાચ તેના ભાઈના લગ્ન પ્રસંગના કોઇક ફંક્શનના હોવા જોઈએ. સોશિયલ મીડિયા પર તેના અન્ય કેટલાક ફોટોઝ વાયરલ થયા હતા જેમાં તે ઑરેન્જ કલરના કુર્તા સેટમાં જોવા મળી.

Whatsapp-channel Whatsapp-channel

18 September, 2024 05:55 PM IST | London | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK