પ્રિયંકાએ ૨૦૧૮ની ૧ ડિસેમ્બરે નિક સાથે લગ્ન કર્યાં હતાં. બન્નેએ ભારતમાં ખ્રિસ્તી અને હિન્દુ રીતરિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. એ પછી ૨૦૨૨માં બન્નેએ સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી કે અમે સરોગસી દ્વારા મમ્મી-પપ્પાં બન્યાં છીએ.
પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપડાએ મધર્સ ડે પર પુત્રી માલતી મૅરી અને પતિ નિક જોનસ સાથે ન્યુ યૉર્કના સેન્ટ્રલ પાર્કમાં પિકનિક કરીને આ દિવસનું સેલિબ્રેશન કર્યું હતું. નિકે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ પિકનિકની અનેક તસવીરો શૅર કરી હતી. નિકે આ પિકનિકની કૅન્ડિડ પળોને કૅમેરામાં કેદ કરીને યાદગાર બનાવી દીધી છે. પ્રિયંકા-માલતીની તસવીરોમાં અનેક કૅન્ડિડ પળો શૅર કરવામાં આવી. પ્રિયંકા, માલતી મૅરી અને નિકની આ તસવીરો તેમના ફૅન્સને બહુ ગમી રહી છે.