પ્રિયંકા ચોપડાએ પોસ્ટ કરી પરિવાર સાથે માણેલી ખાસ પળો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
પ્રિયંકા ચોપડા હવે એક ગ્લોબલ સ્ટાર બની ચૂકી છે. એને કારણે તે કામના લીધે અવારનવાર ભારત આવે છે અને સાથે-સાથે અમેરિકાના પોતાના ઘરમાં પણ સમય વિતાવે છે. હાલમાં પ્રિયંકાએ પતિ નિક જોનસ અને દીકરી માલતી મારી સાથેની કેટલીક ખાસ પળો શૅર કરી છે. આ સાથે પ્રિયંકાએ જણાવ્યું છે કે ઘરે પસાર કરેલી પળો ખરેખર ખૂબ ખાસ હોય છે.
પ્રિયંકાએ પોસ્ટ કરેલી આ તસવીરમાં પ્રિયંકા, નિક જોનસ અને માલતી મારીની રોજબરોજની ખાસ ક્ષણો અને તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ નજરે ચડે છે. આ તસવીરમાં માલતી મારીની ડેન્ટિસ્ટ સાથેની મુલાકાત તેમ જ મિત્રો સાથે મસ્તીની ઝલક પણ દેખાય છે.


