Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઘરની સફાઈ કરવી અને રસોઈ બનાવવી એ માત્ર મહિલાઓનું કામ નથી

ઘરની સફાઈ કરવી અને રસોઈ બનાવવી એ માત્ર મહિલાઓનું કામ નથી

Published : 26 June, 2026 12:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયંકા ચોપડા પોતાના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા માટે જાણીતી છે. હાલમાં પ્રિયંકાએ ઘરકામની જવાબદારીઓને લગતા પરંપરાગત વિચારો સામે અવાજ ઉઠાવ્યો છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા


પ્રિયંકા ચોપડા પોતાના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા માટે જાણીતી છે. હાલમાં પ્રિયંકાએ ઘરકામની જવાબદારીઓને લગતા પરંપરાગત વિચારો સામે અવાજ ઉઠાવ્યો છે. પ્રિયંકાએ કહ્યું હતું કે ‘રસોઈ બનાવવી અને સફાઈ કરવી જેવાં કામોને માત્ર મહિલાઓની ફરજ તરીકે ન જોવી જોઈએ. આ માત્ર મહિલાઓનું કામ નથી પણ જીવન જીવવા માટેની જરૂરી લાઇફ-સ્કિલ છે. હું માનું છું કે દરેક પુખ્ત વયની વ્યક્તિને આ કામ આવડવાં જોઈએ.’

સમાજમાં પ્રવર્તતી પરંપરાગત માન્યતા વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘માનવામાં આવે છે કે મહિલાઓએ ઘરનું કામકાજ સંભાળવું જોઈએ જ્યારે પુરુષોને ઘણી વાર એમાંથી મુક્ત રાખવામાં આવે છે. ઘરકામને જેન્ડર સાથે જોડવું યોગ્ય નથી. આળસ અને જેન્ડરને એકસાથે સાંકળવું યોગ્ય નથી.’



હૉલીવુડની મારી કરીઅર બૉલીવુડ જેટલી દમદાર નથી ઃ પ્રિયંકા ચોપડા


બૉલીવુડની સાથે-સાથે હૉલીવુડમાં પણ ઓળખ બનાવી ચૂકેલી પ્રિયંકા ચોપડાએ પ્રોડ્યુસર બનવાના અને અમેરિકામાં પોતાની કરીઅરને આગળ વધારવાના પ્રયાસ વિશે વાત કરીને કહ્યું છે કે હવે હૉલીવુડમાં નવા કલાકારો અને ફિલ્મ-પ્રોડ્યુસર્સ માટે પ્રવેશ મેળવવાની અડચણો પહેલાંની સરખામણીએ ઘણી ઓછી થઈ ગઈ છે. હૉલીવુડમાં પોતાની કરીઅરની વાત કરતા પ્રિયંકાએ સ્વીકાર્યું કે અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મો અને સિરીઝમાં કામ કરવા છતાં હૉલીવુડમાં તેની કરીઅર બૉલીવુડ જેટલી દમદાર નથી.

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની અત્યારની સ્થિતિ વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે આ અત્યંત શાનદાર સમય છે, કારણ કે આજે વિચારો જ તમારી સૌથી મોટી મૂડી છે. મેં જ્યારે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો ત્યારે પરિસ્થિતિઓ એટલી સરળ નહોતી. મારી કરીઅરની શરૂઆતમાં મારે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે મારો ફિલ્મી દુનિયા સાથે કોઈ પારિવારિક સંબંધ નહોતો. મારી બૉલીવુડની કરીઅરમાં મેં શ્રેષ્ઠ ફિલ્મમેકર્સ અને શ્રેષ્ઠ કલાકારો સાથે કામ કર્યું છે. મેં અદ્ભુત વાર્તાઓ કહી છે અને અલગ-અલગ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. આની સરખામણીમાં મેં હૉલીવુડમાં ખાસ કામ નથી કર્યું.’


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK