Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Priyanka Chopraને આ શું થયું? ચહેરા પર લોહી, અને ઈજાના નિશાન, તસવીર વાયરલ

Priyanka Chopraને આ શું થયું? ચહેરા પર લોહી, અને ઈજાના નિશાન, તસવીર વાયરલ

18 May, 2022 02:44 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેત્રીએ પોતાની તસવીર શૅર કરીને તેના ચાહકોને ચિંતામાં નાખ્યા છે. જેમાં અભિનેત્રીના ચહેરા પર ઈજાના નિશાન દેખાય છે. તેના હોઠ અને નાક પર લોહી દેખાય છે.

પ્રિયંકા ચોપરા (ફાઈલ તસવીર)

પ્રિયંકા ચોપરા (ફાઈલ તસવીર)


ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરાને લઈને ચાહકો ખૂબ જ ચિંતામાં છે. અભિનેત્રીએ પોતાની તસવીર શૅર કરીને તેના ચાહકોને ચિંતામાં નાખ્યા છે. જેમાં અભિનેત્રીના ચહેરા પર ઈજાના નિશાન દેખાય છે. તેના હોઠ અને નાક પર લોહી દેખાય છે.

પ્રિયંકાની તસવીરે વધારી ચિંતા
પ્રિયંકાની આ તસવીર જોઈ ચાહકોને તેની ચિંતા થઈ છે. એભિનેત્રી તસવીરમાં ઇજાગ્રસ્ત દેખાય છે. તેના ચહેરા ઇજાના સ્પષ્ટ નિશાન દેખાય છે. પ્રિયંકાએ પોતાની આ સેલ્ફી ગાડીમાં ક્લિક કરી છે. આ તસવીર શૅર કરતા અભિનેત્રીએ લખ્યું -  શું તમારો પણ આજે કામ પર મુશ્કેલ દિવસ પસાર થયો? પોતાના અપકમિંગ પ્રૉજેક્ટ સિટાડેલના સેટ પર પ્રિયંકાનો આવો હાલ થયો છે. તસવીરમાં પ્રિયંકા બ્લેક આઉટફિટમાં દેખાય છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)


ચાહકોએ પૂછ્યા પ્રિયંકાના ખબરઅંતર
પ્રિયંકાની તસવીર સામે આવતાની સાથે જ લોકો પ્રિયંકાના સ્વાસ્થ્ય વિશે જાણવા ઉત્સુક છે. એક યૂઝરે લખ્યું, શું થયું છે તમને, બધું બરાબર છે? બીજાએ પૂછ્યું પોતાનું ધ્યાન રાખો, દરેક દિવસ નવો અનુભવ છે. કેટલાક એવા ચાહકો પણ છે જેમણે પ્રિયંકા ચોપરાના અપકમિંગ પ્રૉજેક્ટને લઈને ઉત્સુકતા પણ દર્શાવી છે. પ્રિયંકા ટૂંક સમયમાં સાયન્સ ફિક્શન સીરિઝ સિટાડેલમાં જોવા મળશે. આમાં પ્રિયંકા સાથે Richard Madden પણ દેાશે. દીકરી માલતી મારિયાના ઘરે આવ્યા પછી જ તાજેતરમાં પ્રિયંકા સીરિઝના સેટ પર પાછી આવી છે. આ પહેલા અભિનેત્રીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ફિલ્મનું લંડન શેડ્યૂલ પૂરું કર્યું હતું.


પ્રિયંકા ચોપરા પાસે એક બૉલિવૂડ ફિલ્મ પણ છે. તે જી લે ઝરા ફિલ્મમાં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. પ્રિયંકાના ભારતીય ચાહકો તેની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રિયંકા ચોપરાની આ ફિલ્મને ફરહાન અખ્તર ડિરેક્ટ કરશે. આ પહેલી વાર હશે જ્યારે ત્રણેય બૉલિવૂડ અભિનેત્રીઓ સાથે જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

18 May, 2022 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK