માત્ર ૬ દિવસમાં હાંસલ કરી લીધો આ તોતિંગ માઇલસ્ટોન
‘પુષ્પા 2’નો સીન
‘પુષ્પા 2 : ધ રૂલ’ એના નામ પ્રમાણે બૉક્સ-ઑફિસ પર રાજ કરી રહી છે અને એક પછી એક નવાં કીર્તિમાન બનાવી રહી છે. ‘પુષ્પા 2’ હવે એવી ફાસ્ટેસ્ટ ભારતીય ફિલ્મ બની ગઈ છે જેણે જગતભરમાં માત્ર ૬ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનું ગ્રૉસ કલેક્શન કરી લીધું છે.
ગ્લોબલ બૉક્સ-ઑફિસ પર ૧૦૦૦ કરોડ રૂપિયાનો ગ્રૉસ બિઝનેસ કરનારી પહેલી ભારતીય ફિલ્મ ‘બાહુબલી 2 ઃ કન્ક્લુઝન’ હતી, જેણે આ સીમાચિહ્ન ૧૦ દિવસમાં હાંસલ કર્યું હતું. એસ. એસ. રાજામૌલીની ઓર એક ફિલ્મ ‘RRR’એ આ માઇલસ્ટોન ૧૬ દિવસમાં પાર કર્યો હતો. ‘KGF : chapter 2’ અને ‘કલ્કિ 2898 AD’એ પણ ૧૦૦૦ કરોડ રૂપિયાના ગ્રૉસ બિઝનેસ માટે ૧૬ દિવસ લીધા હતા. આ સિદ્ધિ મેળવવામાં ‘જવાન’ અને ‘પઠાન’ને અનુક્રમે ૧૮ અને ૨૭ દિવસ લાગ્યા હતા.