ડેવિડ ધવનની શાનદાર કૉમેડી ફિલ્મોની સફર ફરી કરાવવા માટે PVR આઇનૉક્સ દ્વારા ડેવિડ ધવન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ ૮ મેથી ભારતનાં પચીસ શહેરોમાં શરૂ થઈ રહ્યો છે.
ડેવિડ ધવન
ડેવિડ ધવનની શાનદાર કૉમેડી ફિલ્મોની સફર ફરી કરાવવા માટે PVR આઇનૉક્સ દ્વારા ડેવિડ ધવન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ ૮ મેથી ભારતનાં પચીસ શહેરોમાં શરૂ થઈ રહ્યો છે. આ ફેસ્ટિવલમાં ડેવિડ ધવનની પાંચ બ્લૉકબસ્ટર ફિલ્મો ફરીથી રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મોમાં ‘રાજા બાબુ’, ‘આંખેં’, ‘પાર્ટનર’, ‘મૈંને પ્યાર ક્યું કિયા’ અને ‘મૈં તેરા હીરો’નો સમાવેશ કરવામાં આવ્યો છે.
હાલમાં ૭૪ વર્ષના ડેવિડે ડિરેક્શનમાંથી નિવૃત્તિ લેવાની સંભાવના વ્યક્ત કરી છે. એક વાતચીત દરમ્યાન તેમણે સંકેત આપ્યો કે ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ તેમની છેલ્લી ફિલ્મ હોઈ શકે છે અને ત્યાર બાદ તે પોતાના પુત્ર વરુણ ધવન અને તેના પરિવાર સાથે સમય પસાર કરશે.
