Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આર. માધવન ભડકી ઊઠ્યો

આર. માધવન ભડકી ઊઠ્યો

Published : 21 May, 2026 01:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંજૂરી વગર તેના નામનો ઉપયોગ કરવા બદલ હેલ્થકૅર બ્રૅન્ડને ફટકારી કાનૂની નોટિસ...

આર. માધવન

આર. માધવન


ગઈ કાલે આર. માધવને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટના માધ્યમથી પોતાના ફૅન્સને જાણકારી આપી હતી કે એક હેલ્થકૅર બ્રૅન્ડે તેની મંજૂરી વગર તેના નામ અને ઇન્ટરવ્યુની ક્લિપનો ઉપયોગ જાહેરાત માટે કર્યો હોવાથી તેણે કાનૂની નોટિસ મોકલી છે. આર. માધવન જે રીલની વાત કરી રહ્યો છે એમાં તેના એક ઇન્ટરવ્યુની ક્લિપ બતાવવામાં આવી છે, જેમાં તે ૨૧ દિવસમાં વજન ઘટાડવા વિશે વાત કરતો જોવા મળે છે. ત્યાર બાદ વિડિયોમાં એક વ્યક્તિ પોતાને ડૉક્ટર તરીકે રજૂ કરે છે અને માધવનના ટ્રાન્સફૉર્મેશન વિશે વાત કરે છે.

માધવને પોસ્ટમાં લખ્યું હતું કે ‘કેટલી શરમજનક વાત છે. આ લોકો અને સંસ્થાઓ કેવી રીતે માને છે કે તેઓ આ રીતે બચી જશે? તમે કોઈના ઇન્ટરવ્યુની ક્લિપ લઈને તેને તમારા એન્ડૉર્સમેન્ટનો ભાગ બનાવી શકતા નથી. કાનૂની નોટિસ મોકલી દેવામાં આવી છે. કૃપા કરીને આવા પ્રોફેશનલ્સ અને સંસ્થાઓથી સાવધાન રહો. આ રીલ એવું બતાવી રહી છે જાણે હું તેમની પ્રોડક્ટને સપોર્ટ કરું છું. તેમણે માત્ર મારા એક ઇન્ટરવ્યુની ક્લિપ કોઈ પરવાનગી વગર લઈને એનો ઉપયોગ મારા એન્ડૉર્સમેન્ટ તરીકે કર્યો છે. જનતા પછી આવા લોકો અને તેમની સારવાર પર કેવી રીતે વિશ્વાસ કરશે? શરમજનક.’


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK