Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજકુમાર રાવની નવી ફિલ્મ રફતારની જાહેરાત

રાજકુમાર રાવની નવી ફિલ્મ રફતારની જાહેરાત

Published : 15 March, 2026 11:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ તેની પત્ની પત્રલેખા પોતાના બૅનર હેઠળ પ્રોડ્યુસ કરી રહી છે

રાજકુમાર રાવ અને પત્રલેખા

રાજકુમાર રાવ અને પત્રલેખા


રાજકુમાર રાવ છેલ્લે ફિલ્મ ‘માલિક’માં ખૂંખાર લુકમાં જોવા મળ્યો હતો. હવે તેની આગામી ફિલ્મ ‘રફતાર’ની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. રાજકુમાર રાવ અને ફિલ્મના નિર્માતાઓએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને આ વિશે માહિતી આપી છે. ફિલ્મ ‘રફતાર’માં રાજકુમાર રાવ સાથે સાઉથ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કીર્તિ સુરેશ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ રાજકુમારની પત્ની પત્રલેખા પોતાના બૅનર હેઠળ કરી રહી છે અને એ ૨૪ જુલાઈએ રિલીઝ થશે એવી જાહેરાત કરવામાં આવી  છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ ઝડપથી વધી રહેલી સ્ટાર્ટઅપ દુનિયાની આસપાસ ગોઠવાયેલી છે. એમાં એવાં યુવક અને યુવતીની વાર્તા બતાવવામાં આવશે જે સફળતા મેળવવા માટે ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હોય છે. જેમ-જેમ પૈસા, શક્તિ અને લાલચ વધે છે તેમ-તેમ તેમના સંબંધોની પણ આકરી પરીક્ષા શરૂ થાય છે. ફિલ્મમાં આ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવશે કે સફળતા મેળવવા માટે કેટલી કિંમત ચૂકવવી પડે છે અને શું એ કિંમત ખરેખર યોગ્ય છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મ ભારતમાં ચાલી રહેલી કમર્શિયલ એજ્યુકેશન સિસ્ટમ પર પણ કટાક્ષ કરશે. એમાં બતાવવામાં આવશે કે ઘણી વાર જ્ઞાન કરતાં નફાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2026 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK