Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જીવન ફક્ત તમારું નથી, તમારાં માતા-પિતા અને પ્રિયજનો માટે પણ મહત્ત્વનું છે

જીવન ફક્ત તમારું નથી, તમારાં માતા-પિતા અને પ્રિયજનો માટે પણ મહત્ત્વનું છે

Published : 09 April, 2026 06:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રજનીકાંતે યુવાનોને આપી જીવન અને ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારવાની મહામૂલી સલાહ...

રજનીકાંત

રજનીકાંત


સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે યુવાનો માટે એક મહત્ત્વનો સંદેશ આપ્યો છે જેમાં તેમણે યુવાનોને પોતાના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને જીવનમાં યોગ્ય નિર્ણયો લેવા સલાહ આપી છે. એક કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન રજનીકાંતે કહ્યું કે યુવાનોએ પોતાના જીવન અને ભવિષ્ય વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. તેમણે જણાવ્યું કે યુવાનોએ પોતાના કામમાં સાવચેતી રાખવી જોઈએ અને ખોટી આદતો દ્વારા પોતાને નુકસાન પહોંચાડવાથી બચવું જોઈએ તેમ જ શિક્ષણ અને ભવિષ્ય માટે ગંભીરતા રાખવી ખૂબ જ જરૂરી છે.

રજનીકાંતે વાતવાતમાં નશા અને ખરાબ સંગતનાં જોખમો વિશે પણ ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘નશાની આદતો માત્ર વ્યક્તિને નહીં, તેના પરિવારને પણ અસર કરે છે. યુવાનો સાવચેત રહે. જો તેમને ઈજા થાય તો એ તેમનું જ નુકસાન છે. તેમણે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ અને સ્વસ્થ રહેવું જોઈએ. કૃપા કરીને નશા કે દારૂની લત ન લગાવો. જીવન ફક્ત તમારું નથી, તમારાં માતા-પિતા અને પ્રિયજનો માટે પણ મહત્ત્વનું છે. જો તમારા મિત્રો આવી આદતોમાં જોડાયેલા હોય તો તેમનાથી દૂર રહો.’


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 06:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK