ફરહાન અખ્તરની આગામી વૉર-ફિલ્મ ‘૧૨૦ બહાદુર’ ૧૯૬૨ની રેઝાંગ લા લડાઈ પર આધારિત છે
રક્ષાપ્રધાન રાજનાથ સિંહે નવી દિલ્હીમાં પોસ્ટ ખાતાના સહયોગથી આ સ્ટૅમ્પનું અનાવરણ કર્યું હતું
ફરહાન અખ્તરની આગામી વૉર-ફિલ્મ ‘૧૨૦ બહાદુર’ ૧૯૬૨ની રેઝાંગ લા લડાઈ પર આધારિત છે. ભારતીય સેનાની તેરમી બટૅલ્યન કુમાઉં રેજિમેન્ટના શૂરવીરોની બહાદુરીને સલામ કરવા માટે ખાસ ‘માય સ્ટૅમ્પ’ લૉન્ચ કરવામાં આવી છે. આ ખાસ પ્રસંગે રક્ષાપ્રધાન રાજનાથ સિંહે નવી દિલ્હીમાં પોસ્ટ ખાતાના સહયોગથી આ સ્ટૅમ્પનું અનાવરણ કર્યું હતું. આ ‘માય સ્ટૅમ્પ’ રેઝાંગ લા વૉર મેમોરિયલ પરથી પ્રેરિત છે. નવી પેઢી આ શૂરવીરોના બલિદાન અને અદમ્ય સાહસને હંમેશાં યાદ રાખે એ માટે આ પહેલ કરવામાં આવી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ફરહાન અખ્તર છે.
ધ ફૅમિલી મૅનનો નવો પરિવાર
ADVERTISEMENT

ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર ૨૧ નવેમ્બરે ‘ધ ફૅમિલી મૅન’ની ત્રીજી સીઝન આવી રહી છે ત્યારે ગઈ કાલે જુહુની એક હોટેલમાં આ વેબ-સિરીઝના કલાકારોએ પ્રમોશનલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ સિરીઝમાં આ વખતે મનોજ બાજપાઈ અને પ્રિયામણિ સાથે જયદીપ અહલાવત અને નિમ્રત કૌર પણ જોવા મળશે. તસવીર : સૈયદ સમીર અબેદી


