Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > MMA ચૅમ્પિયન ફાઇટરને રામ ચરણે બનાવ્યો પોતાનો પર્સનલ બૉડીગાર્ડ?

MMA ચૅમ્પિયન ફાઇટરને રામ ચરણે બનાવ્યો પોતાનો પર્સનલ બૉડીગાર્ડ?

Published : 28 May, 2026 09:26 AM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દર મહિને બેથી ચાર લાખ રૂપિયા ચૂકવતો હોવાની ચર્ચા

કેવિન કુન્ટા રામ ચરણની નવી ફિલ્મના પ્રમોશન દરમ્યાન સતત તેની સાથે જોવા મળે છે

કેવિન કુન્ટા રામ ચરણની નવી ફિલ્મના પ્રમોશન દરમ્યાન સતત તેની સાથે જોવા મળે છે


સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેજાએ પોતાની સુરક્ષા માટે એક પ્રોફેશનલ મિક્સ્ડ માર્શલ આર્ટ્‌સ (MMA)ના ચૅમ્પિયન ફાઇટરને પોતાના પર્સનલ બૉડીગાર્ડ તરીકે રાખ્યો હોવાનો રિપોર્ટ છે. બ્લૅક પૅન્થર તરીકે જાણીતો કેવિન કુન્ટા મૂળ આફ્રિકન છે અને હાલમાં ઇટલીમાં રહે છે. કેવિન કુન્ટા રામ ચરણની નવી ફિલ્મના પ્રમોશન દરમ્યાન સતત તેની સાથે જોવા મળે છે અને મળતી માહિતી પ્રમાણે રામ ચરણ તેની સુરક્ષા માટે આ ફાઇટરને દર મહિને આશરે બેથી ચાર લાખ રૂપિયા ચૂકવી રહ્યો છે. જોકે રામ ચરણ તેજાએ તેને કાયમી ધોરણે પોતાના પર્સનલ સિક્યૉરિટી ગાર્ડ તરીકે હાયર કર્યો છે કે નહીં એ વિશે અભિનેતા અથવા તેની ટીમ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે પુષ્ટિ કરવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2026 09:26 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK