Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમપાસ : સ્ટાર બનવાનાં કોઈ પણ લક્ષણ હૃતિકમાં નહોતાં દેખાયાં રામ ગોપાલ વર્માને અને વધુ સમાચાર

ટોટલ ટાઇમપાસ : સ્ટાર બનવાનાં કોઈ પણ લક્ષણ હૃતિકમાં નહોતાં દેખાયાં રામ ગોપાલ વર્માને અને વધુ સમાચાર

06 May, 2024 06:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાહા રણબીર કપૂર માટે બેબી-સિટર બન્યો અયાન , ચંદુ ચૅમ્પિયનની ઝલક દેખાડી ફૅન્સને ખુશ કર્યા કાર્તિકે , દીકરા વાયુ સાથે સોનમનો સન્ડે ડાન્સ

હૃતિક રોશન

હૃતિક રોશન


રામ ગોપાલ વર્માએ નહોતું વિચાર્યું કે હૃતિક રોશન એક દિવસ સ્ટાર બનશે. બૉલીવુડમાં કોની કરીઅર બને છે અને કઈ ફિલ્મો ચાલે છે એ કોઈ નક્કી નથી કરી શકતું. આ વિશે ઉદાહરણ આપતાં રામ ગોપાલ વર્માએ તેના એક યુટ્યુબ વિડિયોમાં કહ્યું કે ‘મેં જ્યારે હૃતિક રોશનને જોયો હતો ત્યારે મને નહોતું લાગ્યું કે તે સ્ટાર બની શકશે. ઇન્ડસ્ટ્રીના મોટા ભાગના લોકોને નહોતું લાગતું કે તે સ્ટાર બની શકે. એથી જ કોઈએ તેને સાઇન નહોતો કર્યો. ‘કહો ના... પ્યાર હૈ’ની રિલીઝ પહેલાં તેને કોઈએ સાઇન નહોતો કર્યો. તે સુપરસ્ટાર બની ગયો ત્યાર બાદ બધા તેની પાછળ પડ્યા હતા.’

રાહા રણબીર કપૂર માટે બેબી-સિટર બન્યો અયાન

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી રાહા માટે અયાન મુખરજી બેબી-સિટર બન્યો હતો. રણબીર અને અયાને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને તેઓ બેસ્ટ ફ્રેન્ડ્સ છે. રણબીર અને અયાન ગઈ કાલે બાંદરામાં આવેલી એક કૅફેમાં જોવા મળ્યા હતા. રણબીર કામમાં હતો ત્યારે અયાન રાહાને સાચવી રહ્યો હતો. રાહાને તાપ લાગી રહ્યો હોવાથી અયાન તેને પંખા પાસે લઈને પણ ઊભો રહ્યો હતો. રણબીર આવતાં તેઓ કારમાં બેસીને જતાં રહ્યાં હતાં.

ચંદુ ચૅમ્પિયનની ઝલક દેખાડી ફૅન્સને ખુશ કર્યા કાર્તિકે

‘ચંદુ ચૅમ્પિયન’ની એક ઝલક દેખાડીને કાર્તિક આર્યને તેના ફૅન્સને ખુશ કરી દીધા છે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે જે પહેલી વાર કાર્તિકે કરી છે. કબીર ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મનું કાર્તિક હાલમાં ડબિંગ કરી રહ્યો છે. ફોટો શૅર કરીને કાર્તિકે કૅપ્શન લખી : ‘બસ, થોડી રાહ જુઓ... ચંદુ આવી રહ્યો છે. ટ્રેલરનું ડબિંગ કરી રહ્યો છું. ‘ચંદુ ચૅમ્પિયન’ ૧૪ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.’

દીકરા વાયુ સાથે સોનમનો સન્ડે ડાન્સ

સોનમ કપૂર આહુજાએ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી છે જેમાં તે તેના દીકરા વાયુ સાથે ડાન્સ કરી રહી છે. સોનમે ૨૦૨૨ની ૨૦ ઑગસ્ટે દીકરાને જન્મ આપ્યો હતો. ડાન્સ કરતા ફોટોને તેના પતિ આનંદ આહુજાએ ક્લિક કર્યા છે. આ ડાન્સનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનમે લખ્યું : મારા દીકરા સાથે સન્ડે ડાન્સ.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 06:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK