રામ કપૂરે તે આ શોમાં સ્પર્ધક તરીકે આવવાનો છે એ ચર્ચા પણ પૂર્ણવિરામ મૂકી દીધું છે
રામ કપૂર
છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી કે રામ કપૂર ‘બિગ બૉસ 19’માં સ્પર્ધક તરીકે જોવા મળશે. જોકે હાલમાં ઇન્ટરવ્યુમાં રામ કપૂરે આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકતાં કહ્યું છે કે જો નિર્માતાઓ તેને વીસ કરોડ રૂપિયાની ઑફર આપે તો પણ તે આ શોમાં કામ નહીં કરી શકે, કારણ કે ભલે ‘બિગ બૉસ’ એક સફળ શો હોય, પરંતુ એ બીજાના જીવનમાં ડોકિયાં કરવાની વૃત્તિ પર આધારિત છે. હું પ્રાઇવેટ પર્સન છું અને આ શોનો કન્સેપ્ટ મારા મિજાજ કે મારી કરીઅરના વિચારો સાથે મૅચ નથી થતો. આ પ્રકારનો શો મારા માટે નથી. આનો અર્થ એ નથી કે એ ખરાબ શો છે. હું જાણું છું કે એ ખૂબ જ સફળ શો છે, પણ હું એમાં કામ નહીં કરી શકું. ‘બિગ બૉસ’ હોય કે અન્ય કોઈ રિયલિટી શો, એમાં કોઈ વાસ્તવિક પ્રતિભા બતાવવામાં આવતી નથી. એ ફક્ત લોકોના જીવનને જાહેરમાં દેખાડે છે અને હું એમાં કમ્ફર્ટેબલ નથી.’

