Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રીરામ-લક્ષ્મણ-જાનકી અને રાવણ, રામાયણનાં મુખ્ય પાત્રોનાં બે લેટેસ્ટ પોસ્ટર કરવામાં આવ્યાં

શ્રીરામ-લક્ષ્મણ-જાનકી અને રાવણ, રામાયણનાં મુખ્ય પાત્રોનાં બે લેટેસ્ટ પોસ્ટર કરવામાં આવ્યાં

Published : 29 September, 2026 10:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિતેશ તિવારીની ‘રામાયણ’ના બે નવા પોસ્ટર જાહેર થયા છે. તેમાં રણબીર કપૂર શ્રીરામ, સાઈ પલ્લવી સીતા અને રવિ દુબે લક્ષ્મણના વનવાસી લુકમાં જોવા મળે છે, જ્યારે યશ રાવણના ભવ્ય અવતારમાં નજરે પડે છે. ફિલ્મ ૮ નવેમ્બરે રિલીઝ થશે.

રામાયણનાં મુખ્ય પાત્રોનાં બે લેટેસ્ટ પોસ્ટર કરવામાં આવ્યાં રિલીઝ

રામાયણનાં મુખ્ય પાત્રોનાં બે લેટેસ્ટ પોસ્ટર કરવામાં આવ્યાં રિલીઝ


નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી ‘રામાયણ’ ૨૦૨૬ની સૌથી ભવ્ય અને ચર્ચિત ફિલ્મોમાંની એક છે. બે ભાગમાં રિલીઝ થનારી આ મેગા-બજેટ ફિલ્મને લઈને 
દેશ-વિદેશમાં જબરદસ્ત ઉત્સુકતા જોવા મળી રહી છે. હાલમાં એક ખાસ ઇવેન્ટમાં ફિલ્મનાં બે નવા પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યાં છે. નવા પોસ્ટરમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા અને રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં વનવાસના સમયગાળામાં જોવા મળે છે. ત્રણે કલાકારોએ પરંપરાગત કેસરી વસ્ત્રો ધારણ કર્યાં છે. 
આ પછી ફિલ્મના નિર્માતાઓએ બીજું પોસ્ટર પણ જાહેર કર્યું છે જેમાં યશ રાવણના ભવ્ય અને શક્તિશાળી અવતારમાં નજરે પડે છે. રાજસી વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ યશનો આ લુક તેની ઇન્ટેન્સ અભિવ્યક્તિ અને પ્રભાવશાળી હાજરીને વધુ હાઇલાઇટ કરે છે. આ પોસ્ટર સાથે કૅપ્શન લખવામાં આવી છે, ‘ત્રણેય લોકનો સ્વામી, રાવણ.’
‘રામાયણ : પાર્ટ ૧’ વિદેશમાં ૬ નવેમ્બરે રિલીઝ થશે, જ્યારે ભારતમાં દિવાળીના અવસરે ૮ નવેમ્બરે પ્રદર્શિત કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2026 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK