નીતેશ તિવારીની ફિલ્મમાં બન્ને સ્ટાર્સ રામ અને સીતાના મહત્ત્વના રોલમાં જોવા મળશે
‘રામાયણ’
રણબીર કપૂર, યશ અને સઈ પલ્લવી અભિનીત ‘રામાયણ’ હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી ફિલ્મોમાંની એક છે. થોડા દિવસો પહેલાં નિર્માતાઓએ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો હતો જે લોકોને બહુ પસંદ પડ્યો છે. હવે આ ફિલ્મના કલાકારોની ફી વિશે એક રિપોર્ટ આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ફિલ્મમાં રણબીર કપૂરને સૌથી વધારે ફી આપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે રણબીર કપૂરને ‘રામાયણ’ના ભાગ એક અને ભાગ બે એમ દરેક ભાગ માટે ૭૫ કરોડ રૂપિયા એટલે કે કુલ ૧૫૦ કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવશે. આ સિવાય સીતાનું પાત્ર ભજવનાર સઈ પલ્લવીને દરેક ભાગ માટે છ કરોડ રૂપિયા એટલે કે કુલ બાર કરોડ રૂપિયા ફી પેટે આપવામાં આવ્યા છે. જોકે આ રિપોર્ટને સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. આ ફિલ્મનો પહેલો ભાગ ૨૦૨૬ની દિવાળીએ અને બીજો ભાગ ૨૦૨૭ની દિવાળીએ રિલીઝ કરવામાં આવશે.

